Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Cancer

લેખ

શર્મિલા ટાગોર

શર્મિલા ટાગોરની જેમ કૅન્સરને પકડી પાડો સ્ટે જ ઝીરો પર

કૅન્સરને ઊગતું જ ડામવું બહુ જરૂરી છે નહીંતર એ શરીરના અન્ય ભાગમાં ફેલાઈને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે, એની સારવાર પણ અઘરી બની જાય છે

17 April, 2025 07:05 IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર

દારૂ અને ઓબેસિટી જેટલું જ કૅન્સરનું જોખમ વધે છે CT સ્કૅનના રેડિયેશનથી

રોગોના નિદાન માટે કમ્પ્યુટેડ ટોમોગ્રાફી (CT) સ્કૅન કરાવવું જરૂરી છે. એનાથી આંતરિક અવયવોમાં શું તકલીફ છે એ જાણી શકાય છે. જોકે આ સ્કૅન દરમ્યાન જે રેડિયેશન શરીરમાં જાય છે એ હાનિકારક છે અને કૅન્સરનું રિસ્ક પેદા કરે છે.

16 April, 2025 12:58 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મેહુલ ચોકસી

`મેહુલ ચોકસીને કેન્સર છે, ભાગી નહીં શકે` હીરા વેપારીના વકીલે શું કહ્યું?

મેહુલ ચોકસી મેડિકલ ટ્રીટમેન્ટ માટે બેલ્જિયમ ગયો હતો. હવે તે સારવાર કરાવવાની આડમાં સ્વિટ્ઝરલેન્ડ ભાગવાની તૈયારી કરી રહ્યો હતો. ચોકસી હિર્સલૈંડન ક્લિનિક આરામાં કેન્સરની સારવાર કરાવવા માટે સ્વિટ્ઝરલેન્ડ જવાનો હતો.

15 April, 2025 06:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શર્મિલા ટાગોર, સોહા અલી ખાન

૨૦૨૩માં શર્મિલા ટાગોરે સામનો કર્યો હતો ફેફસાંના કૅન્સરનો

જોકે આ વ્યાધિની શરૂઆત જ હતી એટલે તેમણે કીમોથેરપી નહોતી કરાવવી પડી

14 April, 2025 07:17 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આયુષમાન ખુરાના અને તાહિરા કશ્યપ

આયુષમાન ખુરાનાની પત્નીને ૭ વર્ષ પછી ફરી થયું બ્રેસ્ટ-કૅન્સર

આયુષમાન ખુરાનાની પત્ની અને લેખક-ડિરેક્ટર તાહિરા કશ્યપ ફરી એક વાર કૅન્સરના સકંજામાં સપડાઈ ગઈ છે. તાહિરા કશ્યપને જ્યારે પહેલી વખત આ બીમારી થઈ હતી ત્યારે તેણે સોશ્યલ મીડિયામાં પોતાની જર્ની શૅર કરી હતી.

09 April, 2025 06:56 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

તમને પણ વજાઇનલ ડિસ્ચાર્જ થાય છે? આ તકલીફને નજરઅંદાજ કરતા નહીં

રોજ થોડોક યોનિસ્રાવ થાય એ વજાઇનાની સફાઈનું કામ કરે છે; પણ જ્યારે એ સ્રાવની માત્રા વધી જાય, ગંધ આવવા માંડે, ફોદા-પનીર જેવા ચન્ક્સ પડે તો એ કોઈક ઇન્ફેક્શન હોવાનું સૂચવે છે. એનું સમયસર નિદાન અને સારવાર કરી લો તો ગંભીર બીમારી નિવારી શકાય છે

08 April, 2025 12:09 IST | Mumbai | Krupa Jani
પ્રતીકાત્મક તસવીર

આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ હવે રેકમેન્ડ કરશે કૅન્સરનું સ્ક્રીનિંગ

સ્ત્રીઓને ૪૦ વર્ષ પછી બ્રેસ્ટ-કૅન્સર માટે, પુરુષોએ ૫૦ વર્ષ પછી પ્રોસ્ટેટ કૅન્સર માટે અને ૪૫ વર્ષની વય પછી સ્ત્રી-પુરુષ બન્નેએ કૉલોન કૅન્સર માટે સ્ક્રીનિંગ કરાવતાં રહેવું જોઈએ એવું માર્ગદર્શન અપાય છે. અભ્યાસ પરથી એક ખાસ ઍલ્ગરિધમ વિકસાવી છે.

07 April, 2025 01:18 IST | Washington | Gujarati Mid-day Correspondent
નાઈટ લાઇટ

રાતની ઝાકઝમાળભરી લાઇટનું એક્સપોઝર જેટલું વધુ એટલું કૅન્સર થવાનું રિસ્ક વધુ

૨૦૨૧માં અમેરિકન કૅન્સર સોસોયટીએ પબ્લિશ કરેલી કૅન્સર નામની જર્નલમાં આર્ટિફિશ્યલ લાઇટને કારણે થાઇરૉઇડ કૅન્સર થવાનું જોખમ વધારે હોવાનું નોંધ્યું છે.

03 April, 2025 09:38 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

આજનાં વન્ડર વુમન છે ડૉ. પ્રો. પારુલ શાહ (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

કૅન્સર સામે જીત મેળવી 73ની વયે પણ ભરતનાટ્યમ માટે જીવન સમર્પિત કર્યું પારુલ શાહે

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બોક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. ભારત તેના સાંસ્કૃતિક વારસા અને  ઇતિહાસ માટે જાણીતો છે. નૃત્યની કલા હોય કે પછી શાસ્ત્રીય ગાયન દરેકની પરંપરાઓ અનેક સદીઓથી ચાલતી આવી રહી છે, જોકે છેલ્લા કેટલાક વર્ષોથી આ પરંપરાઓ અને કલામાં વ્યવસાયીકરણ આવ્યું છે, ક્યારેક લાગે કે કલા ભૂંસાઈ રહી છે અથવા તો તેમાં માત્ર પ્રયોગાત્મક કામ થાય છે. જો કે સદનસીબે સાવ એવું નથી. ભારતમાં સાત શાસ્ત્રીય નૃત્ય છે અને તેમાં ‘ભરતનાટ્યમ’સૌથી જુનું ગણાય. દેવદાસીની પ્રથામાંથી મંચ સુધી પહોંચેલા આ નૃત્યની સફર કમાલની છે. આમ તો દેશમાં ભરતનાટ્યમના ઘણાં એક્સપોનન્ટ્સ છે, દરેકની આગવી જર્ની પણ છે પણ આજે આપણે વાત કરીશું ડૉ. પારુલ શાહની, જેમણે ભરતનાટ્યમમાં પીએચડી કર્યું, તેનું શિક્ષણ આપ્યું અને આજે રિટાયરમેન્ટને એક દાયકા કરતાં વધુ સમય થયો હોવા છતાં કલા સેવાને અટકાવી નથી. તેમના જીવનમાં કેન્સર જેવો મોટો અવરોધ આવ્યો અને જિંદગીનો તાલ બેતાલો થયો છતાં પણ તેમની હિંમત અને નિશ્ચય શક્તિ લેખે લાગી. તે એક એવાં વન્ડર વુમન છે જેઓ  સતત ‘ભરતનાટ્યમ’સાથે વધુમાં વધુ લોકો સાથે જોડવાનો કાર્યશીલ છે. ગુજરાતના એક અપર મિડલક્લાસ ફૅમિલીમાં જન્મેલા ડૉ. પ્રો. પારુલ શાહ જેઓ 75 ની વયે પણ ફિટ રહેવાની સાથે ભરતનાટ્યમના પ્રશિક્ષણ કલાને આગળ વધારી રહ્યાં છે.

13 March, 2025 06:59 IST | Mumbai | Viren Chhaya
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાગેશ્વર ધામની મુલાકાત લીધી હતી (તસવીરો: પીટીઆઇ)

Photos: બાગેશ્વર ધામમાં પીએમ નરેન્દ્ર મોદીએ કર્યું કૅન્સર હૉસ્પિટલનું શિલાન્યાસ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી 23 ફેબ્રુઆરી 2025ના રોજ બપોરે બાગેશ્વર ધામ પહોંચ્યા હતા. અહીં, તેમણે પ્રાર્થના અને બાલાજી મંદિરની મુલાકાત લીધા પછી, કૅન્સર હૉસ્પિટલનું શિલાન્યાસ કર્યું હતું. આ દરમિયાન બાગેશ્વર સરકાર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી અને મધ્યપ્રદેશના મુખ્યના પ્રધાન મોહન યાદવ પણ તેમની સાથે હાજર હતા. બાગેશ્વર ધામ મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં આવેલું છે.

24 February, 2025 07:06 IST | Bhopal | Gujarati Mid-day Online Correspondent
આ આર્ટવર્ક માટે ડૉ. બાલારામને અમેરિકન સોસાયટી ફૉર માઇક્રોબાયોલૉજીની અગર આર્ટ કૉન્ટેસ્ટમાં પ્રાઇઝ મળ્યું હતું.

ખતરનાક બૅક્ટેરિયામાંથી બ્યુટિફુલ આર્ટ

જે બૅક્ટેરિયાને વિલન સમજીને એને મારવા અને ખતમ કરવાના રિસર્ચ પાછળ મેડિકલ વિશ્વમાં લાખો અને કરોડો રૂપિયાનું આંધણ થાય છે એ જ બૅક્ટેરિયાનો ઉપયોગ કરીને ઓડિશાના માઇક્રોબાયોલૉજિસ્ટ ડૉ. બાલારામ ખમારી સુંદર કલાનું સર્જન કરે છે. પ્રત્યેક બૅક્ટેરિયાની ખાસિયત સમજીને ચોક્કસ માધ્યમમાં અને ચોક્કસ તાપમાને રાખતાં એમાંથી અત્યંત સુંદર આર્ટ પીસ ઊભરી આવે છે.

05 January, 2025 08:27 IST | Mumbai | Sejal Patel
મૅન્ટાસ્ટિકના આજના એપિસોડમાં આપણે મળીશું અસિત વ્યાસને (તસવીર ડિઝાઇન: કિશોર સોસા)

Mantastic: અસિત વ્યાસની `પેપર ફ્લાવર્સ` ફિલ્મના મેકિંગ સુધીની પ્રેરણાત્મક સફર

એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે દર્દ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. બૉલિવૂડ અને હૉલિવૂડમાં એકદમ અનોખા મુદ્દે ફિલ્મો બની છે અને તેમાંથી કેટલીક ફિલ્મો તેની સારી અને યુનિક સ્ટોરીને કારણે લોકોના મનમાં વસી જાય છે. આજે ‘મૅન્ટાસ્ટિક’માં આપણી સાથે એક એવી વ્યક્તિ છે જેમણે વિદેશમાં રહેતા ગુજરાતી છોકરાના જીવન પર ફિલ્મ બનાવી જે હવે લોકોના મનમાં વસી ગઈ છે. અસિત વ્યાસે આ ફિલ્મ બનાવી છે. અસિત મૂળ અમદાવાદના છે, પણ હાલ અમેરિકામાં રહે છે. તો ચાલો જાણીએ અમેરિકામાં ઍક્ટિંગ શીખવા ગયેલા અસિત વ્યાસની એક્સાઇટિંગ જર્ની વિશે.

25 December, 2024 01:03 IST | Mumbai | Viren Chhaya
`કોશેટો` નાટકની અદભૂત ક્ષણો જે કેમેરામાં કંડારાઈ છે

રાજકોટમાં `કોશેટો` નાટક જોતાં જ કેન્સર દર્દીઓની પીડા કવિતાનો પરપોટો થઈને ફૂટી

મુંબઈ સહિતના અનેક શહેરોમાં સફળ પ્રયોગો બાદ હવે કેન્સર અને કવિતાને સમાવતું નાટક `કોશેટો` રાજકોટમાં ભજવાયું. આ નાટક દરમિયાન ઉપસ્થિત કેન્સર દર્દીઓની આંખમાં આંસુ હતા. આ નાટક તેઓને પોતીકું લાગ્યું. આવો, આ નાટકની ક્ષણોને વાગોળીએ.

14 November, 2024 12:34 IST | Rajkot | Gujarati Mid-day Online Correspondent
યુવરાજ સિંહની તસવીરોનો કૉલાજ

Happy Birthday Yuvraj singh: જુઓ તેની ક્રિકેટ સફર

ભારતના સ્ટાર બેટ્સમેન યુવરાજ સિંહનો  આજે જન્મદિવસ છે. ત્યારે અહીં જુઓ આ સ્ટાર ક્રિકેટરની સફર તસવીરો સાથે.તસવીર સૌજન્યઃ યુવરાજ સિંહ ઈન્સ્ટાગ્રામ

12 December, 2023 04:29 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: પીઆર

એપોલો કેન્સર સેન્ટર્સે બ્રેસ્ટ કેન્સર વિશે જાગૃતિ લાવવા શરૂ કરી અનોખી પહેલ

એપોલો કેન્સર સેન્ટર્સ (ACC) વિશ્વની સર્વશ્રેષ્ઠ કેન્સર હોસ્પિટલોમાંની એક છે. એપોલો કેન્સર સેન્ટર્સ દ્વારા બ્રેસ્ટ કેન્સર વિશે જાગૃતિ લાવવા બદલ એક અનોખી પહેલ કરવામાં આવી છે. એસીસી દ્વારા ‘આર્ટકેન’ પહેલ શરૂ કરવામાં આવી છે. આ પહેલના ભાગરૂપે સ્તન કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા માટે કલાનો એક માધ્યમ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. બ્રેસ્ટ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માટે એસીસીએ આર્ટિસ્ટ અને બ્રેસ્ટ કેન્સરને માત આપી સ્વસ્થ થયેલા લોકો સાથે હાથ મિલાવ્યા છે. દરેક મહિલાને સ્તનની તપાસના મહત્વ વિશે શિક્ષિત અને સશક્ત બનાવવા આર્ટવર્ક બનાવી જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો છે.

02 November, 2022 09:17 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અભિનેત્રી મહિમા ચૌધરી

Mahima Chaudhry: તાજેતરમાં કેન્સરને આપી માત, 6 વર્ષ બાદ ફિલ્મી દુનિયામાં કમબૅક

અભિનેત્રી મહિમા ચૌધરી (Mahima Chaudhry)ને કોઈ પરિચયની જરૂર નથી. તેણે બોલિવૂડમાં ઘણી શાનદાર ફિલ્મોમાં અભિનય કર્યો છે અને પોતાની ઓળખ બનાવવામાં સફળ રહી છે. અભિનેત્રી મહિમા ચૌધરી આજે તેનો 49મો જન્મદિવસ ઉજવી રહી છે. તો ચાલો જાણીએ અભિનેત્રીની કેટલીક સંઘર્ષભરી અને રસપ્રદ વાતો વિશે.  

13 September, 2022 02:37 IST | Mumbai

વિડિઓઝ

Poonam Pandey Death Hoax: AICWA પ્રમુખે એફઆઈઆરની માંગણી કરી

Poonam Pandey Death Hoax: AICWA પ્રમુખે એફઆઈઆરની માંગણી કરી

ઓલ ઈન્ડિયન સિને વર્કર્સ એસોસિએશનના પ્રમુખ સુરેશ શ્યામલાલ ગુપ્તાએ અભિનેત્રી પૂનમ પાંડેને ફટકાર લગાવી છે. પૂનમ પાંડેએ સોશિયલ મીડિયા પર તેના મૃત્યુની અફવા ફેલાવી. જે પાછળથી તેણે સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ લાવવાનો દાવો કર્યો.

04 February, 2024 01:31 IST | Mumbai
Sit With Hit List: અનુરાગ બાસુને જ્યારે વેન્ટિલેટર મળે ત્યાં સુધી શ્વાસ લેવાની ચાહ હતી

Sit With Hit List: અનુરાગ બાસુને જ્યારે વેન્ટિલેટર મળે ત્યાં સુધી શ્વાસ લેવાની ચાહ હતી

પત્રકાર મયંક શેખર સાથે 'બર્ફી' અને 'જગ્ગા જાસુસ' જેવી અફલાતૂન ફિલ્મો બનાવનાર ડાયરેક્ટર અનુરાગ બાસુએ માંડીને વાત કરી ત્યારે તેમણે યાદ કર્યા એ દિવસો જ્યારે તે કેન્સર સામે જંગ લડી રહ્યા હતા, જાણો આ સર્જનાત્મક ડાયરેક્ટરના મનમાં શું મથામણ હતી જ્યારે તે જિંદગી અને મોત વચ્ચે ઝોલાં ખાઇ રહ્યા હતા.

30 December, 2020 11:30 IST |

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK