Maharashtra CM Devendra Fadnavis receives bomb threat: મુંબઈ ટ્રાફિક પોલીસને પાકિસ્તાની નંબર પરથી મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસ બૉમ્બ હુમલાની ધમકી મળી છે. મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને સુરક્ષા વ્યવસ્થા વધારાઈ છે.
DY CM Eknath Shinde Bomb Threat: આ આરોપીઓ બુલઢાના દેઉલગાંવ રાજાના દેઉલગાંવ માહી વિસ્તારના રહેવાસી છે. ગુરુવારે મુંબઈના ગોરેગાંવ અને જેજે માર્ગ પોલીસ સ્ટેશનમાં બૉમ્બની ધમકી આપતા ઈમેલ મળ્યા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી.
ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેને મોકલવામાં આવેલી આ ઈ-મેઇલને પોલીસે ગંભીરતાથી લીધી હતી અને એ કોણે મોકલી છે એ જાણવા એના IP (ઇન્ટરનેટ પ્રોટોકૉલ) ઍડ્રેસની શોધ ચલાવવામાં આવી હતી.
છત્તીસગઢના ભિલાઈમાં ગયા મંગળવારે બિલ્ડર સંજય બુંદેલાની કારમાં બૉમ્બબ્લાસ્ટ કરી ક્ષતિગ્રસ્ત કરવાના કેસમાં પોલીસે એક સૉફ્ટવેર એન્જિનિયર દેવેન્દ્ર સિંહની ધરપકડ કરી હતી.
સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર ચિયાન વિક્રમના ઘરને બૉમ્બથી ઉડાડવાની ધમકી મળી છે, જેના પછી હડકંપ મચી ગયો. ગયા સોમવારે એક અજાણી વ્યક્તિએ ફોન કરીને અભિનેતાના ઘરમાં બૉમ્બ હોવાની માહિતી આપી હતી.
મુંબઈ પોલીસે વડોદરામાંથી મુંબઈમાં અનંત-રાધિકા વેડિંગને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ કર્યા બાદ વડોદરાના પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે આ કેસ અંગે વધુ માહિતી પૂરી પાડી હતી જેમાં જણાવાયું હતું કે તે મહારાષ્ટ્ર અને ગુજરાત પોલીસ વચ્ચે આંતર-રાજ્ય પોલીસ સંકલન હતું. “આ કેસ અંગે, મહારાષ્ટ્ર પોલીસ અગાઉ તપાસ કરી રહી હતી. તેઓએ આંતર-રાજ્ય પોલીસ સંકલન તરીકે અમારો સહયોગ માંગ્યો. અમે ઓળખ અને આગળની પોલીસ કાર્યવાહીમાં મદદ કરી છે. મહારાષ્ટ્ર પોલીસ બાકીની વિગતો આપશે અને આગળની કાર્યવાહી કરશે. ઇન્ટર-સ્ટેટ પોલીસ કોર્ડિનેશનનું ઉત્તમ ઉદાહરણનું આ એક સારું ઉદાહરણ છે,” નરસિમ્હા કોમરે એમ કહ્યું.
17 July, 2024 05:12 IST | Mumbai
ADVERTISEMENT
ADVERTISEMENT
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK