ઘરના કામમાં અને પરિવારની જવાબદારીઓમાં વ્યસ્ત રહેતી ગૃહિણીઓ ભાગ્યે જ પોતાના માટે સમય કાઢતી હોય છે. આ ગૃહિણીઓ પોતાના વ્યસ્ત જીવનમાંથી પોતાની સહેલીઓ માટે થોડોક સમય કાઢીને જલસો કરે તેનું નામ ‘કિટી પાર્ટી’. ખાણી-પીણી અને ગેમ્સની મોજ-મજા એટલે મહિલાઓની ‘કિટી પાર્ટી’. દર મહિને કે પખવાડિયે થતી ‘કિટી પાર્ટી’ મહિલાઓનાં જીવનમાં એક નવી તાજગી ઉમેરે છે. હવે તો દરેક સોસાયટીનું, સમાજનું, ફૅમેલીનું ગ્રુપ બનાવીને કિટી પાર્ટી થતી હોય છે. અવનવી થીમ અને રંગબેરંગી કૉસ્ચ્યુમ્સ સાથેની કિટી તો મહિલઓમાં બહુ લોકપ્રિય છે. મહિલાઓની કિટી પાર્ટીમાં મોજ-મજાને મસ્તીની સાથે ઘણું બધું નવું હોય છે. એમાંય તેમનું માનવું તો એવું છે કે, ‘What happens in Kitty stays in Kitty’. ભલે કિટીમાં શું વાતો થાય છે એ ન જાણી શકીએ પણ ખરેખર મહિલાઓની કિટીમાં શું થાય છે એની ઝાંખી આપવા માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે ‘Kitty Vibes’. મહિનાના દર શનિવારે અમે તમને જણાવીશું ‘કિટી પાર્ટી’ની અનોખી કહાનીઓ.
આજે જોઈએ ભાયંદરના ‘પ્રિતી ટાવર’ના લેડિઝ ગ્રુપની કિટી પાર્ટી વિશે.
(ખાસ નોંધ જો તમે પણ કિટી પાર્ટી કરતાં હો કે કોઈ કિટી ગ્રુપનો ભાગ હો તો અમારા સુધી પહોંચાડો તમારી માહિતી. તમારા કૉન્ટેક્ટ નંબર સાથે વિગતો મોકલી આપો gmddigital@mid-day.com અમે પ્રકાશિત કરીશું તમારી કિટીની કહાની.)
20 January, 2024 04:00 IST | Mumbai | Rachana Joshi