ગુજરાત ટાઇટન્સની ફ્રૅન્ચાઇઝીએ ૧૪ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં આઉટડોર સ્પોર્ટ્સ માટેનો જુસ્સો જગાવવાના હેતુથી જુનિયર ટાઇટન્સની બીજી સીઝનની જાહેરાત કરી છે.
મુંબઈ સહિતના અનેક શહેરોમાં સફળ પ્રયોગો બાદ હવે કેન્સર અને કવિતાને સમાવતું નાટક `કોશેટો` રાજકોટમાં ભજવાયું. આ નાટક દરમિયાન ઉપસ્થિત કેન્સર દર્દીઓની આંખમાં આંસુ હતા. આ નાટક તેઓને પોતીકું લાગ્યું. આવો, આ નાટકની ક્ષણોને વાગોળીએ.
તાજેતરમાં જ બોરિવલી પૂર્વમાં આવેલ જલારામ મંદિરમાં જલારામ બાપા ની ૨૨૫મી જન્મજયંતીની અતિ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. તો, આવો આજે આ નાનકડા પણ છેલ્લા ૪૫ વર્ષથી લોકોની આસ્થાનું એડ્રેસ બનેલા આ મંદિરની જાણી-અજાણી વાતોથી રૂબરૂ થઈએ.
માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો.
12 November, 2024 10:01 IST | Mumbai | Dharmik Parmar
‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ. ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઉજવીએ.
આજે આપણે ગુજરાતી ભાષાના હોનહાર કવિ કરસનદાસ લુહાર વિશે વાત કરવી છે. ભાવનગરના આ કવિ પાસેથી આપણને અનેક સુંદર કવિતા, ગીતો મળ્યાં છે. ‘નિરંકુશ’ ઉપનામધારી આ કવિએ મોટેરા અને બાળકો બંનેને ગમે તેવા કાવ્યો આપ્યા છે. ‘જય જવાન’, ‘લીલો અભાવ’, `જળકફન’ જેવા સંગ્રહો આપનાર આ કવિની કેટલીક કાવ્યકણિકાઓ માણીએ.
26 March, 2024 09:59 IST | Mumbai | Dharmik Parmar
આખા ગુજરાતનો નાસ્તો એક તરફ અને ભાવનગરનો બીજી તરફ. ભાવનગરમાં જાત જાતની ચટણીના આધારે એવો મસ્ત નાસ્તો મળે છે કે ન પૂછોને વાત. એમા ય તે બટેટીને ભુંગળાની વાત આવે ત્યારે ભાવેણાવાસીઓના કાન સરવા થઇ જાય. ભાવનગરના ગાંઠિયા તો આખા વિશ્વમાં પ્રસિધ્ધ છે જ વળી ત્યાં દરરોજ સવારે નાસ્તામાં મળતી દાળ પુરી તો જીભમાં ચટાકો લાવી દે તેવી સ્વાદિષ્ટ હોય છે. તો આજે આપણે વાત કરીશું ભાવગરના નાસ્તાના વૈભવની.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો – પૂજા સાંગાણી)
23 February, 2024 04:39 IST | Mumbai | Chirantana Bhatt
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 18 ડિસેમ્બરે ભાવનગરમાં આદિ વીર છરી પાલિત સંઘના કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે ડોરી કામદાર સમૃદ્ધિ યોજના સહાય કાર્યક્રમ માટે 25000 રૂપિયાનો ચેક પણ આપ્યો હતો.
Gujarat Tourism: સૌરાષ્ટ્રના ભાલ પ્રદેશમાં 1976માં સ્થપાયેલ બ્લેક બક નેશનલ પાર્ક 34.08 કિમીના વિસ્તારમાં ફેલાયેલો છે. સપાટ જમીન, સૂકાં ઘાસ અને કાળિયારનાં ટોળાં હંમેશા આ ઉદ્યાનમાં મુલાકાતીઓને આકર્ષે છે, જે ઘાસની જમીનની ઇકોસિસ્ટમ ધરાવે છે. કાળિયાર, વરુ અને ઓછા ફ્લોરિકન (એક બસ્ટાર્ડ) માટે સફળ સંરક્ષણ કાર્યક્રમો ચાલુ છે. વધુ જાણવા માટે જુઓ આખો વીડિયો...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK