Rajkot News: આ બૉટલ સીધી એક છોકરાના છાતી પર વાગી હતી, જેને લીધે તેનું મોત નીપજયું હતુ. શાપર પોલીસ અધિકારીએ આ મામલે અજાણ્યા પ્રવાસી સામે બેદરકારીથી મૃત્યુ નીપજાવવાની કલમ હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
03 April, 2025 06:54 IST | Rajkot | Gujarati Mid-day Online Correspondentમુંબઈ મેટ્રો-૩ અન્ડરગ્રાઉન્ડ બનાવવામાં આવી છે અને આરે-BKC-વરલી અને કોલાબા સુધીનો એનો રૂટ છે. હાલમાં એ આરેથી બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) સુધી દોડાવવામાં આવી રહી છે. જોકે બહુ ઓછા પ્રવાસીઓ મળતા હોવાને કારણે માત્ર ૩ ટ્રેન જ દોડાવવામાં આવી રહી છે.
02 April, 2025 03:42 IST | Mumbai | Gujarati Mid-day Correspondentહાલ આ હેરિટેજ તાજ વિલા બંગલો ગોરે પરિવારની માલિકીનો છે.
31 March, 2025 11:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondentમમ્મીની મેડિકલ ઇમર્જન્સીને લીધે શહેરની બહાર ગયેલી દીકરી તરત મુંબઈ આવી ગઈ
26 March, 2025 07:01 IST | Mumbai | Gujarati Mid-day CorrespondentAastha Nu Address: આ રાધાકૃષ્ણ મંદિરમાં જન્માષ્ટમી અતિ ધામધૂમથી ઊજવાય એ સ્વાભાવિક છે. સત્સંગ કાર્યક્રમની સાથે પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. શિવરાત્રીમાં પણ લોકભીડ ઊમટે છે.
26 March, 2025 06:56 IST | Mumbai | Dharmik Parmar૩૮ વર્ષનો મીરા રોડનો રહેવાસી મોહમ્મદ ખાલીદ શફાકત શેખ વધુ પડતી સ્પીડથી કાર ચલાવી રહ્યો હોવાથી અકસ્માત થયો હતો
25 March, 2025 06:57 IST | Mumbai | Gujarati Mid-day CorrespondentMumbai Police investigates unregistered tenants: મુંબઈમાં બે ઘરના માલિકો વિરુદ્ધ એફઆઈઆર નોંધાયો છે. ભાડુઆતોની માહિતી પોલીસ પોર્ટલ પર ન અપાતાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે આ ઝુંબેશ શહેરમાંથી બિન-કાયદેસર રહેવાસીઓને દૂર કરવા માટે છે.
19 March, 2025 09:32 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentસલમાનની તસવીરો ફોટોગ્રાફર્સે ક્લિક કરી હતી, જ્યારે શાહરુખ ખાને તેની કારની બારી પર કાળા કાચ બંધ કરીને ફોટોગ્રાફરોથી બચવાનો પ્રયાસ કર્યો હતો.
16 March, 2025 07:18 IST | Mumbai | Gujarati Mid-day Correspondentમુંબઈમાં તાપમાન વધવાની સાથે અને હવાની ગુણવત્તા પણ ખરાબ થઈ રહી છે. શહેરના બાન્દ્રા કુર્લા કૉમ્પ્લેક્સ (BKC) જેવા વિસ્તારોમાં હવાની ગુણવત્તાનું સ્તર નબળું નોંધાયું છે. હવામાનશાસ્ત્રીઓ આગામી દિવસો વધુ ગરમ થવાની આગાહી કરે છે, જે શહેરના હવામાન પડકારોમાં વધારો કરશે. (તસવીર: મિડ-ડે)
16 February, 2025 07:11 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentમહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મુંબઈના બાન્દ્રામાં ટાટા ગ્રુપ દ્વારા બનાવવામાં આવેલી નવી લક્ઝરી હૉટેલ, તાજ બેન્ડસ્ટેન્ડનો શિલાન્યાસ કર્યો. ભૂમિપૂજન સમારોહમાં ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન અને IHCLના મેનેજિંગ ડિરેક્ટર અને CEO પુનીત ચટવાલ પણ હાજર રહ્યા હતા. (તસવીર: સૈયદ સમીર આબેદી)
11 February, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentશનિવારે મુંબઈના કુર્લા (પશ્ચિમ) વિસ્તારમાં ઇક્વિનોક્સ બિલ્ડિંગ પાસે એક ભંગાર સામગ્રીની દુકાનમાં આગ લાગી હતી. (તસવીરો: અનુરાગ આહિરે)
01 February, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentબૉલીવુડ અભિનેતા સૈફ અલી ખાન પર બાન્દ્રા સ્થિત તેના નિવાસસ્થાને એક ઘુસણખોરે હુમલો કર્યો હતો. આ હુમલામાં તેને છરીના અનેક ઘા થતાં તેના પર નજીકની લીલાવતી હૉસ્પિટલમાં પાંચ કલાકની સર્જરી કરવામાં આવી હતી અને આજે તેને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અભિનેતા ભારે સુરક્ષા વચ્ચે હૉસ્પિટલમાંથી બહાર આવતો જોવા મળ્યો હતો. (તસવીર: સતેજ શિંદે)
21 January, 2025 06:13 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentબાંદરા-વેસ્ટમાં આવેલા સદ્ગુરુ શરણ બિલ્ડિંગમાં રહેતા સૈફ અલી ખાન અને કરીના કપૂરના ઘરે લૂંટના ઇરાદાથી ઘૂસેલા આરોપીએ સૈફ અલી ખાન અને તેમની બે હાઉસ-હેલ્પને ઘાયલ કર્યાં હતાં. સૈફની તો સર્જરી કરવામાં આવી છે અને અત્યારે તે લીલાવતી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. આ આખી ઘટનામાં શું બન્યું? ચાલો જોઈએ... (ઇલસ્ટ્રેશન્સ : ઉદય મોહિતે)
17 January, 2025 03:15 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentબાંદ્રા પૂર્વમાં ઓએનજીસી કોલોનીના જ્ઞાનેશ્વર નગર વિસ્તારમાં શનિવારે બપોરે આગ લાગી હતી, એમ નાગરિક અધિકારીઓએ જણાવ્યું હતું.
04 January, 2025 06:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (UBT) ના ઉમેદવાર વરુણ સરદેસાઈએ બાન્દ્રા પૂર્વ વિધાનસભા મતવિસ્તારમાં વર્તમાન ધારાસભ્ય જીશાન સિદ્દીકી સામે જીત મેળવી છે. આ બે યુવા રાજકીય નેતાઓ શનિવારે મતગણતરી કેન્દ્રોની મુલાકાતે પહોંચ્યા હતા. (તસવીરો: સતેજ શિંદે)
23 November, 2024 06:58 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentમહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને હવે જ્યારે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ અને તેના મહાયુતિ ગઠબંધન પર પ્રહાર કર્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની "એક હે, સૅફ હે`ની મજાક ઉડાવતા તેઓએ મુંબઇમાં પ્રચાર કર્યો હતો. આજે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેઓએ આ ટીકા કરી હતી. (તમામ તસવીરો- શાદાબ ખાન)
18 November, 2024 02:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondentપશ્ચિમ રેલવેએ આજે રાત્રે, 25 જાન્યુઆરી 2025 માટે એક મોટા મેગા બ્લૉકની જાહેરાત કરી છે, જે 26 જાન્યુઆરી 2025 ના રોજ વહેલી સવારે મુંબઈમાં લંબાવવામાં આવશે. માહિમ અને બાન્દ્રા સ્ટેશનો વચ્ચે સ્થિત બ્રિજ નંબર 20 ના દક્ષિણ એબટમેન્ટના પુનર્નિર્માણને સરળ બનાવવા માટે આ કરવામાં આવ્યું છે. આ બ્લૉક આ દિવસોમાં ધીમી અને ઝડપી બન્ને ઉપનગરીય સેવાઓને અસર કરશે. અહેવાલ મુજબ, આ મેગા બ્લૉકનો બીજો તબક્કો છે. બ્લૉકનો પ્રથમ તબક્કો 24 અને 25 જાન્યુઆરી 2025 ની મધ્યરાત્રિ દરમિયાન હાથ ધરવામાં આવ્યો હતો. સેવાઓ હવે પુનઃસ્થાપિત કરવામાં આવી છે.
25 January, 2025 09:54 IST | Mumbaiસૈફ અલી ખાન પર 16 જાન્યુઆરીની વહેલી સવારે હુમલો થયો હતો અને તેને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની સર્જરી કરવામાં આવી હતી. લીલાવતી હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર નિરજ ઉત્તમાણી અને ડૉ. નીતિન ડાંગે, ચીફ ન્યુરોસર્જન લીલાવતી હોસ્પિટલ મુંબઈએ સૈફની રિકવરી અંગે મહત્વની વિગતો જાહેર કરી. 17મી જાન્યુઆરીએ મુંબઈ પોલીસ સૈફ અલી ખાન એટેક કેસના સંબંધમાં પૂછપરછ માટે એક વ્યક્તિને બાંદ્રા પોલીસ સ્ટેશન લાવી હતી.
17 January, 2025 06:33 IST | Mumbaiબોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનને સર્જરી બાદ ICUમાં ખસેડવામાં આવ્યા છે. ગુરુવારે વહેલી સવારે તેમના બાંદ્રા એપાર્ટમેન્ટમાં અભિનેતા પર હુમલો કરવામાં આવ્યો હતો. ઘરના કામદાર સાથે ઝઘડો થયા બાદ ઘુસણખોરે સૈફને છ વાર છરી વડે ઘા કાર્યા . સૈફને તેના પુત્ર ઇબ્રાહિમ અલી ખાન અને સંભાળ રાખનાર દ્વારા લીલાવતી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ડોક્ટરોએ ત્યાર બાદ એક સંયુક્ત નિવેદન પસાર કર્યું જેમાં તેમણે પુષ્ટિ આપી છે કે અભિનેતા સ્વસ્થ થઈ રહ્યા છે અને હવે ખતરામાંથી બહાર છે.
16 January, 2025 04:33 IST | Mumbaiઆજે શનિવારે બાન્દ્રા પૂર્વની ONGC કૉલોનીમાં ગ્રેડ L1 આગ ફાટી નીકળી હતી. આ ઘટના બપોરે 2.36 કલાકે બની હતી અને તેમાં લગભગ 20થી 25 ઝૂંપડીઓ ખાખ થઈ ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, "આગની માહિતી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) મુંબઈ ફાયર બ્રિગેડ (MFB)ને બપોરે 2:59 વાગ્યે આપવામાં આવી હતી." માહિતીના પગલે, મુંબઈ ફાયર બ્રિગેડના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને આગને બપોરે 2:57 વાગ્યે લેવલ I ફાયર કૉલ હોવાનું જાહેર કર્યું હતું, એમ તેમણે જણાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં હજી સુધી કોઈને ઈજા થઈ નથી.
04 January, 2025 06:41 IST | Mumbaiમહારાષ્ટ્ર ચૂંટણી પરિણામો દર્શાવે છે કે ભાજપની આગેવાની હેઠળનું મહાયુતિ ગઠબંધન પ્રચંડ જીત તરફ આગળ વધી રહ્યું છે. ભાજપ-શિવસેના-એનસીપી ગઠબંધન પોતાનો જાદુ ચલાવી રહ્યું હોય તેવું લાગે છે કારણ કે પરિણામો જીત માટે મહાયુતિ ગઠબંધન તરફ વળ્યા છે. જોકે, બાન્દ્રા બેઠક પરથી એનસીપીના ઉમેદવાર બાબા સિદ્દીક બપોરે 3 વાગ્યા સુધીમાં શિવસેના (UBT)ના ઉમેદવાર વરુણ સરદેસાઈથી મોટા માર્જિનથી પાછળ છે. કૉંગ્રેસમાંથી બહાર નીકળ્યા બાદ ઝિશાન સિદ્દીક એનસીપી (અજિત પવાર) જૂથમાં જોડાયા હતા. ઝિશાન સિદ્દીક અને વરુણ સરદેસાઈએ મીડિયા સાથે વાતચીત કરી અને પરફોર્મન્સ અંગે ખુલાસો કર્યો.
23 November, 2024 07:16 IST | Mumbaiબૉલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાનને પાંચ નવેમ્બરના રોજ બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલા ફોનમાં 50 લાખ રૂપિયાની માગ સાથે જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. ફોન નંબર એડવોકેટ ફૈઝાન ખાનનો હોવાનો ટ્રેસ કરવામાં આવ્યો હતો, જેણે આ આરોપોને નકારી કાઢ્યા હતા, અને દાવો કર્યો હતો કે 1994ની ફિલ્મ `અંજામ`માં હરણના શિકારના એક વિવાદાસ્પદ ડાયલોગ પર તેણે ખાન વિરુદ્ધ દાખલ કરેલા કેસને કારણે તેને ફસાવવામાં આવી રહ્યો છે. આ ફોન, રાયપુર, છત્તીસગઢનો હતો અને હવે તે તપાસ હેઠળ છે કારણ કે પોલીસ દ્વારા ધમકી પાછળના મુખ્ય ગુનેગારને ઓળખવા માટે કામ શરૂ કરવામાં આવ્યું છે.
08 November, 2024 04:02 IST | Mumbaiમહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને એનસીપીના નેતા બાબા સિદ્દીકીને 12 ઓક્ટોબરની રાત્રે અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારી દેવામાં આવી હતી અને તેમનું મૃત્યુ થયું હતું. તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના બાંદ્રા નિવાસસ્થાને મૂકવામાં આવ્યા હતા, જ્યાં અનુયાયીઓની મોટી ભીડ એકઠી થઈ હતી. ભારે વરસાદ હોવા છતાં તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે તેમના ઘરની બહાર નમાઝ-એ-જનાઝાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમના અંતિમ સંસ્કાર, 13 ઓક્ટોબરના રોજ સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે યોજાયા હતા, મુંબઈના બડા કબ્રસ્તાન ખાતે યોજાયા હતા. હત્યાની તપાસના સંદર્ભમાં, પોલીસે બે શકમંદોની અટકાયત કરી છે.
14 October, 2024 03:28 IST | New Delhiએક આઘાતજનક ઘટનામાં, બાંદ્રા પૂર્વના ખેરવાડી વિસ્તારમાં બાંદ્રાના પૂર્વ ધારાસભ્ય અને એનસીપી નેતા બાબા સિદ્દિકી 12મી ઓક્ટોબરની રાત્રે 3 અજાણ્યા માણસો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેને નજીકની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ ઈજાઓને કારણે તેનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ફાયરિંગની ઘટના રાત્રે 9:30 વાગ્યે બની હતી. ક્રાઈમ બ્રાંચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવશે. બાબા સિદ્દીકી મુંબઈના સૌથી જાણીતા રાજકારણીઓમાંના એક હતા. જ્યારે તેમને ગંભીર હાલતમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે હોસ્પિટલની બહાર ભારે ભીડ જોવા મળી હતી. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ હોસ્પિટલની અંદર દોડી આવતા જોવા મળ્યા હતા.
13 October, 2024 11:10 IST | MumbaiADVERTISEMENT