ગઈ કાલે સાંજે બીકેસીના જિયો વર્લ્ડ સેન્ટરના ગ્રૅન્ડ થિયેટરમાં ઉદ્યોગપતિ મુકેશ અને નીતા અંબાણીના પુત્ર અનંત અંબાણીની ફિયાન્સે રાધિકા મર્ચન્ટે પહેલી વખત સ્ટેજ પર સોલો આરંગેત્રમ કર્યું હતું. અંબાણી અને મર્ચન્ટ પરિવાર ઉપરાંત તેમના મિત્રો તેમ જ કલારસિકો એને માણવા મોટી સંખ્યામાં હાજર હતા. મોટા ભાગના મહેમાનો સિલ્કની સાડી, શેરવાની અને કુર્તાનાં પરંપરાગત વસ્ત્રોમાં હતા. અંબાણી અને મર્ચન્ટ પરિવાર દરેક મહેમાનોનું ભાવભીનું સ્વાગત કરતા જોવા મળ્યા હતા. મુકેશભાઈ પૌત્ર પૃથ્વીને તેડીને ઊભા જોવા મળ્યા હતા.
(તસવીરો : રાણે આશિષ)
29 December, 2022 04:31 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent