નવી મુંબઈના સીવુડ્સ મોલ ખાતે તાજેતરમાં યોજાયેલી પ્રમોશનલ ઈવેન્ટમાં, વિકી કૌશલે તેની આગામી ફિલ્મ "બૅડ ન્યૂઝ"નું નવું ગીત "તૌબા તૌબા" પર તેના અદભૂત ડાન્સ મૂવ્સથી દર્શકોને ચકિત કરી દીધા હતા. એમી વિર્કે “મન ભરેયા” ટ્રેકનું મંત્રમુગ્ધ લાઈવ પરફોર્મન્સ આપ્યું ત્યારે ત્યાં ભીડ જામ થઈ ગઈ હતી. આનંદ તિવારી દ્વારા દિગ્દર્શિત, "બૅડ ન્યૂઝ" સિનેમેટિક ટ્રીટ હશે એવું લાગી રહ્યું છે અને 19મી જુલાઈના રોજ થિયેટરોમાં રિલીઝ થશે. આ ઇવેન્ટ એનરજેટીક પર્ફોર્મન્સ અને ચાહકોના ઇન્ટરેકશનનું મિશ્રણ હતું, જેને લીધે ફિલ્મની રિલીઝ માટે ભરપૂર એકસાઈટમેન્ટ નિર્માણ થયો છે.
08 July, 2024 07:53 IST | Mumbai