ગુજરાતી સિનેમાના ત્રણ એક્કાઓ મલ્હાર ઠાકર, યશ સોની અને મિત્ર ગઢવી દ્વારા અભિનીત ગુજરાતી ફિલ્મ ‘૩ એક્કા’ 25 ઑગસ્ટના રોજ થિયેટરમાં રિલીઝ થઈ હતી અને ત્યારથી, તે બૉક્સ ઑફિસ પર રેકૉર્ડ તોડી રહી છે. રિલીઝના દિવસે જ સૌથી વધુ બૉક્સ ઑફિસ કલેક્શન મેળવનારી પ્રથમ ગુજરાતી ફિલ્મ બની છે, સાથે જ સૌથી વધુ વીકએન્ડ કલેક્શન મેળવનારી પ્રથમ અને પ્રથમ સપ્તાહમાં સૌથી વધુ કલેક્શન મેળવનારી પ્રથમ ગુજરાતી ફિલ્મ બની ગઈ છે.
17 September, 2023 04:06 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent