જેકી શ્રોફે શોર્ટ ફિલ્મ `પાથ`ના પ્રીમિયરમાં હાજરી આપી હતી. જે કન્યા તસ્કરીના મુદ્દા પર પ્રકાશ પાડે છે. સ્ટાર દ્વારા બાળકીનું શિક્ષણ, વૃક્ષારોપણ અને થેલેસેમિયા સહિતના સામાજિક મુદ્દાઓ વાત કરવામાં આવી હતી. જેકી શ્રોફ અભિનીત આ સ્પેશિયલ ફિલ્મનું સ્ક્રીનિંગ મુંબઈના રેડ બલ્બ સ્ટુડિયોમાં રાખવામાં આવ્યું હતું. જેમાં જેકી શ્રોફ અને અભિલાષ થપલિયાલ સહિત ફિલ્મની ટીમ હાજર રહી હતી. અનેક ફિલ્મ ફેસ્ટિવલ અને એવોર્ડ જીતીને દર્શાવવામાં આવેલી આ ફિલ્મ ખરેખર ઘણા પાઠ શીખવે છે.
25 July, 2023 06:24 IST | Mumbai