મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરેના દીકરા અમિત ઠાકરેનાં મિતાલી બોરુડે સાથે શાહી ઠાઠથી લગ્ન સંપન્ન થયાં હતાં. લોઅર પરેલસ્થિત સેન્ટ રેજિસ હોટેલમાં ગઈ કાલે બપોરે એક વાગ્યે લગ્ન યોજાયાં હતાં. સમારંભમાં બૉલીવુડ, રાજકારણ, ક્રિકેટજગત અને ઉદ્યોપતિઓની મોટી માત્રામાં હાજરી જોવા મળી હતી.
ઠાકરેપરિવારમાં ૨૭ વર્ષ બાદ લગ્ન લેવાયાં હતાં. રાજ ઠાકરેનો દીકરો અમિત પણ કૅરિકેચરિસ્ટ છે. અમિત ઠાકરેનાં લગ્ન શહેરના જાણીતા પીડિયાટ્રિશ્યન ડૉ. સંજય બોરુડેની દીકરી અને ફૅશન-ડિઝાઇનર મિતાલી બોરુડે સાથે થયાં હતાં. તેમનાં લગ્નમાં કોણ-કોણ આવ્યું હતું એના પર એક નજર...
તસવીરમાં: ઉદ્ધવ ઠાકરે, પત્ની રશ્મિ ઠાકરે અને પુત્ર આદિત્ય ઠાકરે.
28 January, 2019 02:36 IST