નવરાત્રિના નવેનવ દિવસ ક્યાં આવ્યાં ને પૂરાં પણ થઈ ગયા, એની ખબર પણ ન પડી. આ નવેનવ દિવસ ગરબારસિકો માટે અફલાતૂન રહ્યા. અનેક જાણીતાં સિંગર્સે પોતાના સુમધુર કંઠે ખેલૈયાઓને ઘેલા કર્યા હતા. કિંજલ દવે, ફાલ્ગુની પાઠક, ભૂમિ ત્રિવેદી અને ઐશ્વર્યા મજમુદારથી લઈ પાર્થ ઓઝા, આદિત્ય ગઢવી સુધીના તમામ કલાકારો મનમૂકીને વરસ્યાં હતાં. વળી આ નોરતાના દિવસોમાં સિંગર્સના લૂક્સે પણ ખેલૈયાઓ અને તેમનાં ચાહકોના દિલ જીતી લીધા હતા. આજે આપણે એ તમામ જાણીતાં સિંગર્સના નવરાત્રિ સ્પેશિયલ લૂક વિશે જોઈશું (તમામ તસવીરો સૌજન્ય- કલાકારોના ઓફિશિયલ અકાઉન્ટ)
12 October, 2024 03:42 IST | Mumbai | Dharmik Parmar