‘ધ કેરલા સ્ટોરી’થી ચમકી ગયેલી અદા શર્મા ‘રીટા સાન્યાલ’ નામની વેબ-સિરીઝમાં લૉયરનું પાત્ર ભજવવાની છે. આ સિરીઝમાં એવી એક યુવતીની વાત છે જે વકીલ અને ડિટેક્ટિવ તરીકે પોતાનું સ્થાન જમાવવા માગે છે.
અદા શર્માનું કહેવું છે કે તેનો ફેવરિટ હીરો હનુમાન છે. સાથે જ કરીના કપૂરે કહ્યું કે આમિર ખાન જ બૉલિવૂડમાં જિનિયસ છે. આ સાથે જ વાંચો બૉલિવૂડ જગતના અન્ય સમાચાર એક જ ક્લિકમાં
વાણી કપૂરે મંગળવારે નવી દિલ્હીમાં યોજાયેલી ‘ઇન્ડિયા કુટ્યુઅર વીક 2023’માં રૅમ્પ-વૉક કર્યું હતું તો હૃતિક રોશન તેની ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથે આર્જેન્ટિનામાં ફરી રહ્યો છે તેમ જ અન્ય બોલિવૂડ જગતના સમાચાર
`ધ કેરલા સ્ટોરી `(The Kerala Story)ફિલ્મ વિવાદોમાં ઘેરાયેલી હોવા છતાં બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ થઈ ગઈ છે. આજે બુધવારે ફિલ્મની સમગ્ર ટીમે પ્રેસ કોન્ફaરન્સ (The Kerala film conference)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફન્સમાં ફિલ્મ નિર્માતા વિપુલ શાહ, નિર્દેશક સુદિપ્તો સેન અને અભિનેત્રી અદા શર્મા (Adah Sharma)સહિત ફિલ્મની સ્ટારકાસ્ટ તો હતી જ આ સિવાય કેરળની કેટલીક પીડિત મહિલાઓ પણ હતી, જેઓ કોઈના કોઈ રિતે આવી જ કોઈ ઘટનાનો ભોગ બન્યા હતાં.
18 May, 2023 03:30 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અદા શર્માએ તાજેતરમાં મુંબઈમાં એ ઘર ભાડે લીધું છે જ્યાં દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત રહેતો હતો. PETA ઇન્ડિયાના એક કાર્યક્રમમાં, અભિનેત્રીએ કહ્યું કે તે એક જ ઘરમાં રહીને ધન્ય છે, કારણ કે તે બંને શિવભક્ત છે. અભિનેત્રીએ શિવ સ્ત્રોતમનો પાઠ પણ કર્યો અને ઇવેન્ટમાં ફેશનના નામે પ્રાણીઓ પર થતી ક્રૂરતા વિશે વાત કરી.
અદા શર્મા હાલ `ધ કેરલા સ્ટોરી` અને `સનફ્લાવર 2`ની જીત લઈને ચર્ચામાં છે. હવે તે બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી સાથે હેટ્રિક માટે તૈયારી કરી રહી છે. આ ફિલ્મ 15 માર્ચ, 2024ના રોજ રીલિઝ થવાની છે, અને તેનું નિર્દેશન સુદીપ્તો સેન દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મના ગીત લૉન્ચ વખતે, અદાએ CRPF મહિલાઓના સંઘર્ષ વિશે વાત કરી હતી.
મીડિયા સાથેની વાતચીતમાં અભિનેત્રી અદા શર્માએ તેની આગામી ફિલ્મ “બસ્તરઃ ધ નક્સલ સ્ટોરી” વિશે વાત કરી. આ ફિલ્મમાં નક્સલવાદીઓ દ્વારા CRPF જવાનોની હત્યાના ભયાવહ શોટ્સ છે અને JNU વિદ્યાર્થીઓને જવાનોના મૃત્યુની ઉજવણી કરતા દર્શાવતા દ્રશ્યો પણ છે. પોતાની ફિલ્મ વિશે વાત કરતા અદા શર્માએ કહ્યું કે, “અમે મુક્તપણે ફરી શકીએ છીએ કારણ કે અમારા જવાન અમારી સુરક્ષા કરી રહ્યા છે." આ ફિલ્મ ૧૫મી માર્ચે સિનેમાઘરોમાં આવવાની છે.
`ધ કેરલા સ્ટોરી`ના કલાકારોએ શૅર કર્યું કે તેઓ કઈ રીતે મહિલાઓને મળ્યા જેઓ બળજબરીપૂર્વક ધર્માંતરણમાંથી પસાર થઈ હતી અને કેવી રીતે આ ફિલ્મ સાચી વાર્તા પર આધારિત છે. ફિલ્મની સફળતા અને વધતા વિવાદ પર કલાકારોનું શું કહેવું છે તે જાણવા માટે જુઓ આખો વીડિયો.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK