કોઈ પણ ફિલ્મને મોટા પડદા પર નિહાળ્યા બાદ તેનું ફિલ્માંકન કેવી રીતે થયું, કેવી ટેક્નોલોજીનો ઉપયોગ થયો, ફિલ્મને વાસ્તવિકતાની નજીક લઈ જવા કેવા કેવા પ્રયોગો થયા એ સહિત ફિલ્મમેકિંગ વિશે જાણવા લગભગ દરેક ફિલ્મ રસિયાઓને જિજ્ઞાસા થતી હોય છે. હાલમાં અમદાવાદમાં ગુજરાતી ફિલ્મ જગતના નામી ડિરેક્ટર વિજયગીરી બાવાની ઐતિહાસિક ફિલ્મનું શૂટિંગ જોરશોરથી ચાલી રહ્યું છે. મોટા પડદા પર તો આ ફિલ્મ તમને ડિસેમ્બરમાં માણવા મળશે, પરંતુ તેના શૂટિંગની ગતિવિધિઓ કઈ દિશામાં થઈ કરી રહી છે તે તમે ચોક્કસ અહીં જોઈ શકશો...એ પણ તસવીરો સાથે... આ પણ વાંચો: ઐતિહાસિક ફિલ્મ માટે વિજયગીરી બાવાએ અમદાવાદમાં બનાવ્યું અસલ જુનવાણી ગામડું, જુઓ
10 March, 2023 09:11 IST | Ahmedabad | Nirali Kalani