'ચાર ચાર બંગડી વાળી'થી જાણીતી બનેલી ગુજરાતની જાણીતી સિંગર કિંજલ દવેના ચાહકોની સંખ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. દેખાવમાં રૂપકડી લાગતી એવી કિંજલનો અવાજ પણ એકદમ સુરીલો છે. રાસ-ગરબા અને લોકગીતો કિંજલ ખૂબ જ સારી રીતે ગાય છે. કિંજલના "ઓ સાયબા", "ગો ગો મારો ગોમ ધની", "ચાર બંગડી વાળી ઓડી" અને "સાંઢણી મારી" વગેરેથી યુટ્યુબ પર લોકપ્રિય થઈ છે. તેમના ગીતો યુટ્યુબ પર 10 લાખથી વધારે વાર જોવાયેલા છે. આજે કિંજલ દવે પોતાના ગીતોને લઈને ગુજરાતીઓના દિલમાં છવાઇ ગઇ છે. તો આવો જાણીએ એમના વિશેની અજાણી વાતો અને તસવીરો પર કરો એક નજર
24 November, 2020 08:28 IST