થર્ટીફર્સ્ટનું સેલિબ્રેશન એટલે ડ્રિન્ક્સ ખાણી-પીણી અને ડાન્સ. જોકે વર્ષની છેલ્લી ઘડીઓમાં દારૂ પીને ટલ્લી થઈ જવું અને નવા વર્ષનો સૂર્યોદય એ હૅન્ગઓવર ઉતારવામાં કાઢવો એ ભારતીય સંસ્કૃતિને છાજે એવું જરાય નથી. જૂના વર્ષની વિદાય અને નવા વર્ષના આગમનને કંઈક અર્થપૂર્ણ રીતે મનાવવા માટે કોઈક સામાજિક કે ધાર્મિક સદ્પ્રવૃત્તિ કરે છે તો કોઈક કુદરતમાં ઓતપ્રોત થઈને અંતરમનમાં ઝાંકવાની કોશિશ કરે છે. રાજુલ ભાનુશાલી, દર્શિની વશી અને જિગીષા જૈન શોધી લાવ્યાં છે એવા લોકોને જેઓ આ ન્યુ યર સેલિબ્રેશન દરમ્યાન પણ ભારતીય સંસ્કૃતિને ગૌરવાન્વિત કરે એવી ઉજવણીઓ કરે છે.
31 December, 2024 03:34 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent