પ્રેમની વ્યાખ્યા કરતાં કરતાં લોકો થાક્યા પણ પ્રેમ કરતાં કોઇ થાકતું નથી. પ્રેમ નફ્ફટ છે અને શરમાળ પણ, પ્રેમ આંધળો છે તો પ્રેમ એ પણ છે જે બોલ્યા વિના કહેવાયેલું બધું સાંભળી લે છે. પ્રેમના જાતભાતના પ્રકાર છે, પ્રેમ બદલાતો રહે છે, મેચ્યોર વાઇનની જેમ વધારે નશીલો પણ થતો રહે છે. ચાલો આજે વેલેન્ટાઇન્સ ડે નિમિત્તે ગુજરાતી કવિઓની કવિતાઓની પંક્તિઓની લ્હાણી કરીએ અને વહેંચીએ પ્રેમ.
14 ફેબ્રુઆરી ‘વેલેન્ટાઈન ડે’ એટલે પ્રેમ અને લાગણીઓને વ્યક્ત કરવાનો દિવસ. સામાન્ય રીતે ‘વેલેન્ટાઈન ડે’ની વ્યાખ્યા આ રીતે થતી હોય છે. પરંતુ સમય અને વ્યક્તિ સાથે ‘વેલેન્ટાઈન ડે’ અને ‘પ્રેમ’ની વ્યાખ્યા પણ બદલાતી જ હોય છે. શાળા/કોલેજના દિવસોમાં, યુવાનીના દિવસોમાં, લગ્ન થયા પછી એમ જીવનના દરેક તબક્કે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવાની રીતભાત બદલાતી હોય છે. ઘણા માટે વેલેન્ટાઈન ડે એક સામાન્ય દિવસ જેવો હોય છે તો ઘણા માટે ખરેખર આ દિવસ વિશેષ હોય છે. પ્રેમના તહેવાર ‘વેલેન્ટાઈન ડે’ના અવસરે ગુજરાતી મિડ-ડે ડોટ કૉમએ તમારા મનગમતા ગુજરાતી સેલેબ્ઝને પુછયું કે તેમના જીવનમાં ‘વેલેન્ટાઈન ડે’નું મહત્વ કેટલું છે અને તેમની ‘પ્રેમ’ની વ્યાખ્યા શું છે. આવો જાણીએ તેમના જ શબ્દોમાં...
વેલેન્ટાઇન્સ ડે નિમિત્તે એવા લોકોની વાત કરવી રહી જેમને માટે એકબીજાનો સાથ જ ઉજવણી જેવો છે. જાણો દિવ્યાશા અને દીપક દોશી પાસેથી કે કેવી રીતે લાઇબ્રેરીમાં મળેલી છોકરીએ ચોવીસ કલાકમાં જ પ્રપોઝ કર્યુ હતું.
લગ્ન ન કરવા, અથવા તો અમૂક પ્રકારનું પાત્ર મળે તો જ કરવા જેવી શરતો વાળા બે મન મળે, દોસ્તી થાય અને પછી દોસ્ત ન ગુમાવવો પડે એટલે લગન થાય. વળી લગ્નમાં નિયમો પળાય, આ છે દીપક સોલિયા અને હેતલ દેસાઇની લવ લાઇફનો સાર...
વેલેન્ટાઇન્સ ડેના અઠવાડિયા પહેલાથી જ્યારે એનેક જુદાં જુદાં દિવસો ઉજવાય છે. એમાં એક પ્રપૉઝ ડે પણ ઉજવાય છે ત્યારે આવું પ્રપૉઝલ ખરેખર નોંધમાં લેવા જેવું તો છે જ. પણ સાથે આ યુગલની પહેલી ડેટ પણ એટલી જ રસપ્રદ છે જાણો ડૉ. પ્રશાંત ભીમાણીની કહાની તેમની જુબાની....
માધુરી સરોડેની જિંદગીનો ઘણો સમય પહેલાં તો જાતને પારખવામાં જ ગયો. જાત સાથે ઓળખાણ થઇ ત્યાં ઘરનાં તરફથી તિરસ્કાર મળ્યો, પણ ઘર ન છોડવું એવું તેણે નક્કી કર્યું હતું. કેવી રીતે વ્યંઢળ માધુરીને સાચો પ્રેમ એક એવા પુરુષ પાસેથી મળ્યો જે સજાતીય એટલે કે ગે નથી પણ સ્ટ્રેટ છે. તમામ તસવીર સૌજન્ય માધુરી સરોડે તથા માધુરી સરોડે શર્માનું ફેસબુક એકાઉન્ટ
વેલેન્ટાઈન ડે ભલે જતો રહ્યો પરંતુ હજીય પ્રેમની મોસમ ચાલી રહી છે. પ્રેમના આ દિવસની ઉજવણી ક્રિકેટર્સ અને સ્પોર્ટ્સપર્સન્સે પણ કરી. ચાલો જોઈએ તેમની રોમેન્ટિક પોસ્ટ્સ
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK