14 ફેબ્રુઆરી ‘વેલેન્ટાઈન ડે’ એટલે પ્રેમ અને લાગણીઓને વ્યક્ત કરવાનો દિવસ. સામાન્ય રીતે ‘વેલેન્ટાઈન ડે’ની વ્યાખ્યા આ રીતે થતી હોય છે. પરંતુ સમય અને વ્યક્તિ સાથે ‘વેલેન્ટાઈન ડે’ અને ‘પ્રેમ’ની વ્યાખ્યા પણ બદલાતી જ હોય છે. શાળા/કોલેજના દિવસોમાં, યુવાનીના દિવસોમાં, લગ્ન થયા પછી એમ જીવનના દરેક તબક્કે વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવાની રીતભાત બદલાતી હોય છે. ઘણા માટે વેલેન્ટાઈન ડે એક સામાન્ય દિવસ જેવો હોય છે તો ઘણા માટે ખરેખર આ દિવસ વિશેષ હોય છે. પ્રેમના તહેવાર ‘વેલેન્ટાઈન ડે’ના અવસરે ગુજરાતી મિડ-ડે ડોટ કૉમએ તમારા મનગમતા ગુજરાતી સેલેબ્ઝને પુછયું કે તેમના જીવનમાં ‘વેલેન્ટાઈન ડે’નું મહત્વ કેટલું છે અને તેમની ‘પ્રેમ’ની વ્યાખ્યા શું છે. આવો જાણીએ તેમના જ શબ્દોમાં...
14 February, 2021 01:42 IST