ગુજરાતી મૉડલ, અભિનેત્રી રિયા સુબોધ જન્મે નહીં પણ કર્મે ગુજરાતી છે. રિયા મૂળે અમદાવાદની છે પણ ઘણીવાર તમારી જન્મભૂમિ અને કર્મભૂમિ એક જ નથી હોતી. તે જ રીતે રિયા છેલ્લા ઘણાં વખતથી મુંબઈમાં મૉડલિંગ કરે છે સાથે જ તેણે અનેક જાહેરાતોમાં કામ કર્યું છે. પણ આ વખતે તેને પહેલીવાર એક ચાલતી સિરિયલમાં 15 દિવસનું પાત્ર ભજવવા મળ્યું છે. આથી રિયા ખૂબ જ ખુશ અને ઉત્સાહી છે. આ વિશે ગુજરાતી મિડ-ડે સાથે વાત કરતાં તેણે પોતાના પાત્ર વિશે અનેક ખુલાસા કર્યા છે તે જાણો અહીં...
26 December, 2022 01:54 IST | Mumbai | Shilpa Bhanushali
જ્યારથી દૂરદર્શન પર ધાર્મિક શૉ રામાયણ ફરીથી ટેલિકાસ્ટ થયો છે, ત્યારથી આ શૉના બધા પાત્રો ચર્ચાનો વિષય બની ગયા છે. 33 વર્ષ પહેલા શરૂ થયેલા આ શૉના પુન:પ્રસારણથી લોકોને શૉ જોડાયેલી રોચક વાતો અને કરેક્ટર્સ વિશે બધુ જાણવું હોય છે. હાલ શૉમાં લક્ષ્મણનું પાત્ર ભજવનાર સુનીલ લહરી સોશિયલ મીડિયા પર ઘણા છવાયેલા છે અને હવે વારો આવ્યો છે એમના દીકરાનો. હવે સુનીલ લહરીનો દીકરો ક્રિશ પાઠક સોશિયલ મીડિયા પર ઘણો છવાયેલો છે. ક્રિશ પણ પિતાની જેમ એક્ટિંગનો દીવાનો છે અને ક્રિશ સલમાન ખાનનો પણ જબરો ફૅન છે.. આજે ક્રિશના જન્મદિવસે જોઈએ તેની તસવીરો.. ચલો કરીએ એક નજર
(તસવીર સૌજન્ય- ક્રિશ પાઠક ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
બિગ-બૉસ 14 પોતાના સફરના છેલ્લા પડાવ પર પહોંચી ગયો છે. આવનારા વીકેન્ડમાં 14મી સીઝનનો પડદો પડી ગયો છે. ઘરમાં જે 5 ફાઈનલિસ્ટ છે તેમાં - રૂબીના દિલૈક, રાખી સાવંત, રાહુલ વૈદ્ય, અલી ગોની અને નિક્કી તંબોલી. જો બિગ-બૉસના પાછલા સીઝનના વિનર્સની વાત કરીએ તો 13માંથી 6 વાર ટ્રૉફી ટેલિવિઝન અભિનેત્રીએ જીતી છે. આ વખતે સીઝનમાં રૂબીના દિલૈક મજબૂત દાવેદર તરીકે ઉભરી આવી છે. જોકે વિજેતા વિશે ફિનાલે એપિસોડમાં જ ખબર પડી જશે. તો જાણો બિગ-બૉસના ઈતિહાસમાં ટ્રૉફી પોતાની નામે કરનાર ટીવી એક્ટ્રેસિસ વિશે.
બિગ-બૉસ 13 શૉ ઘણો ચર્ચિત અને વિવાદિત રહ્યો હતો. તેમાં ઘણા મોટા સેલેબ્સે એન્ટ્રી મારી હતી. ત્યારે સૌથી ચર્ચામાં હતી પંજાબની સિંગર અને મૉડલ શહેનાઝ કૌર ગિલ. બિગ-બૉસ 13માં સિદ્ધાર્થ શુક્લા અને શહેનાઝ ગિલની જોડી લોકોને ઘણી પસંદ આવી હતી. તેમ જ શેહનાઝ કૌર ગિલે ઘરમાં પોતાનો જાદૂ વિખેર્યો હતો. આજે શહેનાઝ પોતાનો 28મો જન્મદિવસ ઉજવી રહી છે. તેનો જન્મ 27 જાન્યુઆરી 1993ના રોજ ચંદીગઢમાં થયો હતો. તો જુઓ એમની સુંદર તસવીરોની એક ઝલક
તસવીર સૌજન્ય - શેહનાઝ કૌર ગિલનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
કોલકાત્તામાં જન્મેલી મૌલી ગાંગુલી એક ફિલ્મ અને ટીવી એક્ટ્રેસ છે, જેનો જન્મ 15 ડિસેમ્બર 1982ના રોજ કોલકાત્તામાં થયો હતો. આજે મૌલી પોતાનો 38મો જન્મદિવસ ઉજવી રહી છે. મૌલીએ પહેલી વાર 2001માં આવેલી ટીવી સીરિયલ કહીં કીસી રોઝથી ડેબ્યૂ કર્યું હતું. આ સીરિયલમાં તેણે સાઈનાનો રોલ ભજવ્યો હતો. તેમ જ આ સીરિયલ ઘણી ફૅમસ હતી અને રમોલાના રોલમાં સુધા ચંદ્રન જોવા મળી હતી. તો ચાલો આપણે આજે મૌલી વિશે જાણીએ વધુ અને આટલા વર્ષ બાદ તે કેવી દેખાઈ છે એની તસવીરો પર કરીએ એક નજર..
તસવીર સૌજન્ય - મૌલી ગાંગુલી ઈન્સ્ટાગ્રામ
આ વર્ષે મનોરંજન જગત માટે ઘણું ખરાબ રહ્યું છે. આ વર્ષે ઈન્ડસ્ટ્રીએ ઘણા કેટલાક દિગ્ગજ સ્ટાર્સને ગુમાવ્યા છે. બે દિવસ પહેલા ટીવીની ફૅમસ એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું કોરોના વાઈરસના લીધે નિધન થઈ ગયું છે. દિવ્યાએ માત્ર 34 વર્ષની ઉંમરમાં જ દુનિયાને અલવિદા કહીં દીધું છે. તેમના અચાનક નિધનથી એમના ફૅન્સ, સેલેબ્સ અને કૉ-સ્ટાર ઘણા દુ:ખી છે. તો આવો આપણે જાણીએ દિવ્યાના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો..
તસવીર સૌજન્ય - દિવ્યા ભટનાગર ઈન્સ્ટાગ્રામ
કલર્સ ટીવીનો સૌથી ચર્ચિત રિયાલિટી શૉ બિગ-બૉસ 14માં વીકેન્ડ કા વારમાં સલમાન ખાન ઘરના દરેક સદસ્યોની ક્લાસ લે છે. આ વીકેન્ડ કા વારમાં રાહુલ વૈદ્યની વારી છે. સલમાન ખાને રાહુલને ફિનાલે વીકમાં છેલ્લા ટાસ્કમાં પોતાનું બેસ્ટ નહીં આપવા બદ્દલ ઘણું સંભળાવ્યું હતું. સિંગર રાહુલ વૈદ્યે બિગ-બૉસ 14ના ઘરમાં નેશનલ ટીવી પર પોતાની ગર્લફ્રેન્ડ દિશા પરમારને લગ્ન માટે પ્રપોઝ કર્યો હતો. હવે જ્યારે પોતાની ઈચ્છા પ્રમાણે શૉથી બહાર થઈ ગયો છે, ત્યારે એની માતા ગીતા વૈદ્યના લગ્ન મામલે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તસવીર સૌજન્ય - રાહુલ વૈદ્ય ઈન્સ્ટાગ્રામ
'નમક ઈશ્ક કા' સીરિયલમાં એક મહત્વપૂર્ણ પાત્રમાં ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા નજર આવવાની છે. આ સીરિયલ સોમવારથી 7 ડિસેમ્બરના રોજ રાતે 9 વાગ્યે કલર્સ ટીવી પર જોવા મળશે. મોનાલિકાએ કહ્યું કે આ ટેલિવિઝન શૉમાં એનું પાત્ર એનો ડ્રીમ રોલ છે. તો ચાલો આપણે જાણીએ એના વિશે વધુ અને કરીએ એની સુંદર તસવીરો પર એક નજર.
તસવીર સૌજન્ય - મોનાલિસા ઈન્સ્ટાગ્રામ
માસ્ટર ભીડેનુ પાત્ર ભજવનારા મંદાર ચાંદવાડકરે જ્યારે ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથે વિગવાર વાતો કરી ત્યારે તેમણે કહ્યું કે તેઓ ગુજરાતીઓ વિશે શું માને છે, કોણ છે તેમના સેટ પરના દોસ્તો અને કઇ રીતે હવે તેઓ સોસાયટી સેક્રેટરીઝને માટે વધારે માન ધરાવે છે.
જેનિફર મિસ્ત્રી બંસીવાલ, એટલે કે તારક મહેતા... શૉનાં રોશનભાભી. ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે કઇ રીતે તેઓ થિએટરમાં એક્ટિવ હતા અને પછી એક વાર અભિનય છૂટ્યા પછી ફરી તેમણે ટેલિવિઝન સ્ક્રિન પર પોતાનો ઠસ્સો જમાવ્યો. તેઓ પોતે એક સારા ટેરોટ કાર્ડ રિડર પણ છે. જાણો જેનિફર વિશે વધુ, આ મુલાકાતમાં.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK