કાલાઘોડા આર્ટ ફેસ્ટિવલ એ મુંબઈની કળાત્મક ઓળખ છે. વર્ષના પ્રારંભે કોલાબાનો કાલાઘોડા આર્ટ વિસ્તાર જાણે રંગરૂપ બદલીને કોઈ નવા જ વેશમાં સજી ઉઠે છે. આ વર્ષનો કાલાઘોડા આર્ટ ફેસ્ટિવલ શરૂ થઇ ચૂક્યો છે અને તેમાં દર વખતની જેમ આ વખતે પણ સંગીત, નૃત્ય, સાહિત્ય અને કલાનો સંગમ છે, વળી સાથે ખરીદી કરવાના અનેક વિકલ્પો તો ખરાં જ. આ વર્ષનો કાલાઘોડા આર્ટ ફેસ્ટિવલ 20મી જાન્યુઆરીથી ધામધૂમથી શરૂ થઇ ગયો છે અને 28મી જાન્યુઆરી સુધી ચાલવાનો છે. આ દરમિયાન તેમાં અનેક વકર્શોપ્સ, પેનલ ડિસ્કશન્સ, થિએટર, નૃત્ય અને સંગીતના પરફોર્મન્સ થવાનાં છે અને સિનેમા ક્ષેત્રના દિગ્ગજો પણ તેમાં ભાગ લેવાના છે. આ નિમિત્તે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે કાલાઘોડા આર્ટ એસોસિએશનના ચેર પર્સન બ્રિન્દા મિલર સાથે વાતચીત કરી. (તસવીર સૌજન્ય - કાલાઘોડા આર્ટ ફેસ્ટિવલ પીઆર)
24 January, 2024 04:48 IST | Mumbai | Chirantana Bhatt