26 નવેમ્બર 2008: આ તારીખ દેશના લોકો માટે ભુલાવી શક્ય નથી. ભારતના ઈતિહાસમાં થયેલો સૌથી ભયાનક આતંકવાદી હુમલા (26/11 Terror Attack)નો ભોગ મુંબઈ બન્યું. 26 નવેમ્બર 2008ના રોજ પાકિસ્તાનથી આવેલ 10 સશસ્ત્ર સજ્જ આતંકવાદીઓએ દેશની આર્થિક રાજધાની પર હુમલો કર્યો અને તેને હચમચાવી નાખ્યું. તાજ હોટેલ, ઓબેરોય હોટેલ, કામા હૉસ્પિટલ, સીએસટી સ્ટેશન, લિયોપોલ્ડ કેફે, મેટ્રો સિનેમા, મુંબઈ છબડ હાઉસ અને ટાઇમ્સ ઑફ ઈન્ડિયામાં આતંકવાદીઓ નિર્દયતાથી ગોળીઓ વરસાવી. હુમલો લગભગ 60 કલાક ચાલ્યો, જેમાં સુરક્ષાકર્મીઓ અને વિદેશીઓ સહિત 166 લોકો માર્યા ગયા અને 300થી વધુ લોકો ઘાયલ થયા હતા. 26/11 મુંબઈ ટેરર-અટૅકને આજે 14 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે આવો કેટલીક તસવીરો પર નજર કરીએ... (તસવીર/એએફપી)
25 November, 2022 08:26 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent