જાણીતી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) શરૂઆતથી જ લોકોના દિલની નજીક રહી છે. શૉના દરેક કેરેક્ટરને ફેન્સે ખૂબ પ્રેમ આપ્યો છે. જોકે, આ વર્ષ શૉના મેકર્સ માટે ઘણું ચેલેન્જિંગ રહ્યું છે અને શૉએ ઘણા વિવાદોનો સામનો કરવો પડ્યો છે. એક તરફ શૉએ ૩૯૫૦થી વધુ એપિસોડ્સ પૂરા કર્યા છે. તો બીજી તરફ રોશન ભાભીનું પાત્ર ભજવતી અભિનેત્રી જેનીફર મિસ્ત્રીએ શૉ છોડી દીધો હતો. તો શૉમાં ત્રણ રિપ્લેસમેન્ટમાં પણ જોવા મળ્યા છે. વર્ષ ૨૦૨૩ના કેટલાક જ દિવસો બાકી છે ત્યારે તો આવો જોઈએ આ વર્ષે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ કયા કારણોસર સમાચારોમાં રહી હતી.
16 December, 2023 03:23 IST | Mumbai | Karan Negandhi
નાના બાળકોથી લઈને મોટેરાઓ સુધી...સૌ કોઈનો માનીતો શો એટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. એક દાયકા કરતા વધારે સમયથી ચાલ્યા આવતા આ શોમાં અનેક ફેરફારો થયા છે. સમય સાથે નવા કલાકારો ઉમેરાયા તો કેટલાક કલાકારોએ શો છોડી પણ દીધો. આજે આપણે એવા જ કલાકારોની વાત કરીશું.
12 May, 2023 11:47 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પૉપ્યુલર સિટકોમ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taraak Mehta Ka Ooltah Chashmah)ના ગોકુલધામ સોસાયટીના સભ્યો હંમેશા કોઈપણ ઉજવણી માટે કંઈક અવનવું કરતાં રહે છે. આ વખતે પણ તમામ સભ્યો ઉત્સાહ સાથે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યા છે. ગોકુલધામ સોસાયટીના સભ્યોએ પ્રજાસત્તાક દિવસનું મહત્ત્વ સમજાવવા અને બંધારણના કેટલાક મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છે. તેમણે સંયુક્ત રીતે સંવિધાનનું પાલન કરવાની પ્રતિજ્ઞા પણ લીધી છે.
26 January, 2023 06:40 IST | Mumbai | Karan Negandhi
જાણીતી ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) શરૂઆતથી જ લોકોના દિલની નજીક રહી છે. શૉના દરેક કેરેક્ટરને ફેન્સે ખૂબ પ્રેમ આપ્યો છે. જોકે, આ વર્ષ શૉના મેકર્સ માટે ઘણું ચેલેન્જિંગ રહ્યું છે અને શૉમાં ઘણા અપ્સ ઍન્ડ ડાઉન્સ જોવા મળ્યા છે. એક તરફ શૉએ ૩૫૦૦થી વધુ એપિસોડ્સ પૂરા કર્યા છે. તો બીજી તરફ સિરિયલના મહત્ત્વના પાત્રોએ શૉને અલવિદા કહી દીધું છે. વર્ષ ૨૦૨૨ને કેટલાક જ દિવસો બાકી છે ત્યારે તો આવો જોઈએ આ વર્ષે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા કયા કારણોસર સમાચારોમાં રહ્યું હતું.
20 December, 2022 01:22 IST | Mumbai | Karan Negandhi
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અભિનેતા ગુરુચરણ સિંહ ગુમ થયાની ઘટના વિશે વાત કરતા, દક્ષિણ-પશ્ચિમના ડીસીપી રોહિત મીનાએ જણાવ્યું હતું કે તપાસ ચાલી રહી છે અને પોલીસને કેટલીક મહત્વની કડીઓ મળી છે. તેમણે કહ્યું, “ગુરુચરણ સિંહના પરિવારે ફરિયાદ નોંધાવી હતી કે 22 એપ્રિલે રાત્રે 8:30 વાગ્યે તેઓ મુંબઈ જવાના હતા, ત્યારથી તેઓ ગુમ છે. અમે આ મામલે કેસ નોંધ્યો છે. અમે બહુવિધ પાસાંઓ પર તપાસ કરી રહ્યા છીએ. અમને કેટલાક મહત્વપૂર્ણ સંકેતો મળ્યા છે, અમારી ટીમ તેના પર કામ કરી રહી છે. તદુપરાંત, દિલ્હીમાં તેમના મકાન માલિકે કહ્યું કે તેમને ગઈકાલે જ આ વિશે જાણ થઈ અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. તેમણે કહ્યું, “અમને આ વિશે ગઈકાલે સાંજે જ ખબર પડી. તેના માતા-પિતા છેલ્લા બે વર્ષથી અહીં રહે છે. તે અવારનવાર તેમને મળવા આવે છે. આ વખતે પણ તેઓ આવ્યા અને તેમને મળ્યા પરંતુ ત્યારપછી તેમના વિશે કંઈ જાણવા મળ્યું નથી. પોલીસે અહીં આવીને તપાસ કરી કે તેમણે કયા કપડાં પહેર્યા છે અને સીસીટીવી પણ ચેક કર્યા અને પડોશીઓ પાસેથી માહિતી એકઠી કરી.
માસ્ટર ભીડેનુ પાત્ર ભજવનારા મંદાર ચાંદવાડકરે જ્યારે ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથે વિગવાર વાતો કરી ત્યારે તેમણે કહ્યું કે તેઓ ગુજરાતીઓ વિશે શું માને છે, કોણ છે તેમના સેટ પરના દોસ્તો અને કઇ રીતે હવે તેઓ સોસાયટી સેક્રેટરીઝને માટે વધારે માન ધરાવે છે.
જેનિફર મિસ્ત્રી બંસીવાલ, એટલે કે તારક મહેતા... શૉનાં રોશનભાભી. ગુજરાતી મિડ ડે ડૉટ કોમ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે કઇ રીતે તેઓ થિએટરમાં એક્ટિવ હતા અને પછી એક વાર અભિનય છૂટ્યા પછી ફરી તેમણે ટેલિવિઝન સ્ક્રિન પર પોતાનો ઠસ્સો જમાવ્યો. તેઓ પોતે એક સારા ટેરોટ કાર્ડ રિડર પણ છે. જાણો જેનિફર વિશે વધુ, આ મુલાકાતમાં.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK