તાપસી પન્નુના લગ્નને આખરે ખુલાસો થયો છે. તેણીએ તેના લાંબા સમયના બોયફ્રેન્ડ અને બેડમિન્ટન ખેલાડી મેથિયાસ બો સાથે લગ્ન કર્યા છે. અહેવાલો અનુસાર, અભિનેત્રી અને ભૂતપૂર્વ ઓલિમ્પિક મેડલ વિજેતા 23 માર્ચે લગ્નના બંધનમાં બંધાયા હતા. સમારોહમાં તેમના પરિવાર અને નજીકના મિત્રો હાજર રહ્યા હતા. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે લગ્ન ઉદયપુરમાં થયા હતા અને તે ખૂબ જ ખાનગી રીતે પ્રસંગ ઉજવવામાં આવ્યો.
તાજેતરમાં જ સિનેમાઘરોમાં ગુજરાતી ફિલ્મ `સરપંચ` રિલીઝ થઈ છે. ગુજરાતી ફિલ્મ જગતમાં એક અનોખા વિષય સાથે પ્રસ્તૃત થયેલી ફિલ્મની ચર્ચા થઈ રહી છે. સરપંચની વાર્તા રજૂ કરતી આ ફિલ્મમાં ચેતન દૈયા, કરણ રાજવીર અને નિરાલી ઓઝા સહિતાના કલાકારો છે. ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેતા કરણ રાજવીર અને અભિનેત્રી નિરાલી ઓઝાની કેમેસ્ટ્રીની નોંધ લેવા જેવી છે. બંને કલાકારના અભિનયની પણ પ્રશંસા થઈ રહી છે. ત્યારે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમે અભિનેત્રી નિરાલી ઓઝા સાથે ખાસ વાતચીત કરી હતી. તાપસી પન્નુ તથા ફેમસ તમિલ કલાકારો સાથે અભિનય કરી ચૂકેલી અભિનેત્રીએ કઈ રીતે અભિનય ક્ષેત્રમાં એન્ટ્રી કરી અને સરપંચ ફિલ્મ કેવી રીતે મળી તે વિશે વાત કરી હતી.
03 December, 2023 08:45 IST | Mumbai | Nirali Kalani
બૉલિવૂડ અભિનેત્રી તાપસી પન્નુ (Taapsee Pannu) ફિલ્મ સિવાય તેની ફેશન સેન્સને કારણે પણ હંમેશાં લાઈમલાઈટમાં રહેતી હોય છે. આ ઉપરાંત ચર્ચિત મુદ્દાઓ પર તે પોતાના નિવેદન આપી ચર્ચાનું કેન્દ્ર બનતી હોય છે. એવામાં હવે અભિનેત્રી તેના લેટેસ્ટ ફોટોશૂટને લઈ હેડલાઈન્સમાં આવી છે. તાપસી પન્નુએ ડીપ નેક આઉટફીટ સાથે એવી જ્વેલરી પહેરી છે, જેને લઈ સોશિયલ મીડિયામાં લોકો તેના પર નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે.
તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડીમાં એક સંવાદ છે, "અરે, જબ શક્તિ, સંપત્તિ ઔર સદબુદ્ધી, તીનોં હી ઔૈરતેં હૈં તો ઇન મર્દોં કો કિસ બાત કા ગુરુર?" અહીં આપણે સંવાદના પહેલા ભાગ પર ધ્યાન આપીને તેને વિસ્તારીએ તો વાસ્તવિકતા એ છે કે કરુણા, ઊર્જા, હિંમત જેવા શબ્દો પણ સ્ત્રીલિંગ જ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જે મહિનામાં ઉજવાય છે તે મહિનો શરૂ થઇ ગયો છે અને માટે જ ગુજરાતી મિડ ડે ડૉટ કૉમે એવી મહિલાઓ સાથે વાત કરવાનું નક્કી કર્યું જેમણે પોતાની આવડતથી એક નવો ચિલો ચાતર્યો છે. મહિલા દિવસ આવે ત્યાં સુધીમાં આપણે રોજ એક નવી મહિલા સાથે વાત કરીશું. આજે વાત કરીએ ગુજરાતમાં જન્મેલી અને નાના ઉંમરમાં લાખોની કમાણી કરનારી અભિનેત્રી ગ્રેસી ગોસ્વામીની, જેણે બાલિકા વધુમાં નંદનીનું પાત્ર ભજવીને દરેકના દિલમાં જગ્યા બનાવી છે.
છેલ્લા કેટલાક સમયથી લૉકડાઉનમાં કંટાળેલા સેલેબ્ઝને મોકો મળ્યો ્ને બધાંએ વેકેશન માણ્યું. લાગે છે કે સેલેબ્ઝનું ફેવરિટ ડેસ્ટિનેશન છે માલદિવ્ઝ. જુઓ કઇ બૉલીવુડ દિવા પહોંચી માલદિવ્ઝ અને બિકીનીમાં મસ્ત ફોટો શૂટ કર્યા. કોણ બહેનપણી સાથે ગયું અને કોણ બૉયફ્રેન્ડ સાથે, તો કોણ ગયું બહેન સાથે અને કોણે વર્ક ટ્રીપ કરી. જાણવા માટે તસવીરો પર નજર કરવાનું ન ભૂલતાં. (તસવીરો ઇન્સ્ટાગ્રામ)
બૉલીવુડમાં કંઇકને કંઇક ચાલતું જ રહે છે, કોઇ શૂટની વાતો કરી રહ્યું છે તો કોઇ પડોશણના પ્રેમમાં પડ્યું છે તો કોઇને પગની કસરત કરવાની જરૂર છે... જુઓ તસવીરોમાં આ ખબરો (પ્રિન્ટ એડિશન)
દેશમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે. આ કારણે અનેક ઇવેન્ટ કેન્સલ થઈ રહી છે. અને એટલે જ 28 માર્ચે સાંજે સાડાસાત વાગ્યે ટેલિવિઝન પર આવનારા અવૉર્ડ શૉને પણ લોકો માટે કેન્સલ કરવામાં આવ્યો હતો. પરંતુ 13 માર્ચના રોજ ઝી સિને અવૉર્ડ્સ 2020નું શૂટિંગ માત્ર ટેલિવિઝન પર ટેલિકાસ્ટ કરવા માટે કરવામાં આવ્યું હતું. જેમાં આ સિતારાઓએ પોતાનો જલવો વિખેર્યો.
ખૂબ જ અપેક્ષિત નેટફ્લિક્સ ફિલ્મ `ફિર આયી હસીન દિલરૂબા` તેની રિલીઝ નજીક આવી રહી છે, ગુરુવારે રાત્રે મુંબઈમાં એક વિશેષ સ્ક્રીનિંગ યોજવામાં આવી હતી. કૌશલ ભાઈઓ, વિકી અને સની, તેમના સમન્વયિત કાળા પોશાક સાથે, કૌશલ પરિવાર સાથે પોઝ આપીને દરેકનું ધ્યાન ખેંચ્યું. આ કાર્યક્રમમાં દિયા મિર્ઝા, અભિષેક બેનર્જી, રવિ દુબે, સરગુન મહેતા, વિક્રાંત મેસી, અપારશક્તિ ખુરાના, શરદ કેલકર અને અન્ય કલાકારો જેમણે સ્ટાઇલિશ એન્ટ્રી કરી હતી.
તાપસી પન્નુના જન્મદિવસ પર અમે તેણીને હિટલિસ્ટ ઇન્ટરવ્યુ સાથે સિટ પરત લાવ્યા છીએ, જ્યાં તેણીએ નિર્દેશકો પાસેથી પ્રતિસાદ વિશે ચર્ચા કરી હતી. તેણીએ વન-ટેક આર્ટિસ્ટ તરીકે ઓળખાવા પર પ્રતિક્રિયા આપી. તાપસીએ પણ પોતાના પાત્રોમાં ડૂબી જવા વિશે વાત કરી કે તે પાત્રો ફિલ્મ પૂરી થયા પછી પણ તેની સાથે રહે છે, જે તેને ક્યારેક ડરામણી લાગે છે. "પિંક," "બદલા," અને "મનમર્ઝિયાં" જેવી વિવેચકો દ્વારા વખાણાયેલી ફિલ્મો માટે જાણીતી, તાપસી આગામી 9મી ઑગસ્ટે રિલીઝ થનારી નેટફલિકસની "ફિર આયી હસીન દિલરૂબા"માં જોવા મળશે. હા, શા માટે તાપસીએ એક અજાણી વ્યક્તિને ધમકી આપી અને તેનો ફોન દૂર રાખવા કહ્યું તે જાણવા માટે ઇન્ટરવ્યુ જુઓ.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK