બૉલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર તેના અભિનય કરતાં તેની ફેશન અને સ્ટાઈલને કારણે વધુ ચર્ચામાં રહે છે અને તેમાં કોઈ શંકા નથી કે તેની સ્ટાઈલ ઘણી અલગ હોય છે. ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન તે તમામ પ્રકારના આઉટફિટને ખુબ જ સરસ રીતે કેરી કરે છે. અભિનેત્રીને શાનદાર લુકમાં સુંદર આઉટફીટથી લઈ વિન્ટેજ જ્વેલરી સુધીનું અદભૂત કલેક્શન જોવા મળે છે, તે કોઈપણ પ્રસંગે શાનદાર લુક અપનાવવાનું ચૂકતી નથી. તાજેતરમાં, તે ફરી એકવાર તેના લુક માટે ચર્ચામાં છે. ફેમસ ફોટોગ્રાફર અને ફ્રેન્ડ અપેક્ષા મેકરના ગ્રાન્ડ વેડિંગ રિસેપ્શનમાં ગુજરાતી સ્ટાઈલમાં ઘરચોળું પહેરલી સોનમ આકર્ષણનું કેન્દ્ર બની હતી.
07 February, 2024 03:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent