સબ ટીવી પર આવતો ફેમસ શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' ઘર-ઘરમાં સૌનો લોકપ્રિય શૉ બની ગયો છે અને છેલ્લા એક દાયકા કરતા વધુ સમયથી આ શૉ દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. આ સીરિયલના બધા જ પાત્રોએ પોતાનો બેન્ચમાર્ક સેટ કર્યો છે. પછી ભલે દયાબેન હોય કે જેઠાલાલ, પણ આ શૉમાં ટપુસેનાનો પણ એટલો જ મહત્વનો રોલ છે. આજે આપણે વાત કરીએ સોઢી પરિવારનો લાડલો 'ગોગી' ઉર્ફ 'ગુરુચરણ સિંહ સોઢી' વિશે જે શૉમાં 'ગોગી'નું પાત્ર ભજવી રહ્યો છે. એનું સાચું નામ સમય શાહ છે અને હવે તો ઘણો મોટો થઈ ગયો છે. આમ તો પંજાબી છોકરાનું પાત્ર ભજવતો 'ગોગી' વાસ્તવમાં ગુજરાતી છે. આટલું જ નહીં સમય શાહ અને ભવ્ય ગાંધી(ટપુ)નો કઝિન છે. આજે સમય પોતાનો 19મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. એનો જન્મ 22 ડિસેમ્બર 2001માં રોજ મુંબઈમાં થયો હતો. ચાલો તો જાણીએ ગોગીની રિયલ લાઈફ વિશે અને તેના કેટલાક ફોટોઝ પર કરીએ એક નજર.
(તસવીર સૌજન્ય - સમય શાહ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
22 December, 2020 02:10 IST