ગુજરાતી ઇન્ડસ્ટ્રી એટલે કે ઢોલિવૂડમાં લગ્નની સિઝન ચાલી રહી છે. એક પછી એક સેલેબ્ઝ લગ્નના પવિત્ર બંધનમાં બંધાઈ રહ્યાં છે. મલ્હાર ઠાકર અને પૂજા જોષી પછી આરોહી પટેલ અને તત્સત મુનશી બાદ હવે ગુજરાતી સિંગર કૈરવી બુચે તેના મનનાં માણીગર સાથે લગ્ન કરી લીધા છે. જેની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. (તસવીરોઃ કૈરવી બુચનું ફૅન પેજ)
15 December, 2024 04:00 IST | Mumbai | Rachana Joshi‘સુરોત્તમ, સર્વોત્તમ, પુરષોત્તમ’નું જેમને બિરુદ મળ્યું છે તેવા પદ્મશ્રી (Padma Shri) એવોર્ડ વિજેતા પુરુષોત્તમ ઉપાધ્યાય (Purshottam Upadhyay)એ ૯૦ વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે. ગુજરાતી સુગમ સંગીતનો સુર્યોદય કરનાર પુરુષોત્તમ ઉપાધ્યાયના નિધનથી સહુ કોઈ દુઃખી છે. ગુજરાતી ગાયકો અને કલાકારોને પણ તેમના નિધનથી આંચકો લાગ્યો છે. અનેક કલાકારોએ સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા પુરુષોત્તમ ઉપાધ્યાયને શ્રદ્ધાંજલી આપી છે. (તસવીરોઃ સેલેબ્ઝના સોશ્યલ મીડિયા અકાઉન્ટ)
12 December, 2024 02:30 IST | Mumbai | Rachana Joshiનવરાત્રિના નવેનવ દિવસ ક્યાં આવ્યાં ને પૂરાં પણ થઈ ગયા, એની ખબર પણ ન પડી. આ નવેનવ દિવસ ગરબારસિકો માટે અફલાતૂન રહ્યા. અનેક જાણીતાં સિંગર્સે પોતાના સુમધુર કંઠે ખેલૈયાઓને ઘેલા કર્યા હતા. કિંજલ દવે, ફાલ્ગુની પાઠક, ભૂમિ ત્રિવેદી અને ઐશ્વર્યા મજમુદારથી લઈ પાર્થ ઓઝા, આદિત્ય ગઢવી સુધીના તમામ કલાકારો મનમૂકીને વરસ્યાં હતાં. વળી આ નોરતાના દિવસોમાં સિંગર્સના લૂક્સે પણ ખેલૈયાઓ અને તેમનાં ચાહકોના દિલ જીતી લીધા હતા. આજે આપણે એ તમામ જાણીતાં સિંગર્સના નવરાત્રિ સ્પેશિયલ લૂક વિશે જોઈશું (તમામ તસવીરો સૌજન્ય- કલાકારોના ઓફિશિયલ અકાઉન્ટ)
12 October, 2024 03:42 IST | Mumbai | Dharmik Parmarગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બોક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. આજનાં આપણાં વન્ડર વુમન છે મધુબહેન સત્રા. કચ્છી વાગડ સમાજનાં આ કોકિલકંઠી ગાયિકા પોતાના બળે આજે ચાલીસી વટાવ્યા બાદ સંગીત ક્ષેત્રે ડગ માંડી રહ્યાં છે. આવો, એમની રસપ્રદ જર્ની માણીએ
09 October, 2024 10:49 IST | Mumbai | Dharmik Parmarમૂંબઈના જિયો વર્લ્ડ સેન્ટરમાં ગઇકાલે બિઝનેસ મેન મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની ધૂમ જામી હતી. દેશ વિદેશથી અનેક સેલેબ્સ, કલાકારો સહિત અનેક પોલિટિશિયન પણ આવ્યા હતા. અનંત અને રાધિકાના લગ્ન સંપૂર્ણ પણે ટ્રેડિશનલ (પારંપરિક) અને ધાર્મિક વિધિઓ સાથે કરવામાં આવ્યા હતા. જો કે એક ગુજરાતી વેડિંગમાં સૌથી મહત્ત્વનું હોય તે પારંપરિક લગ્ન ગીતો. અનંત-રાધિકાના લગ્નની વિધિઓમાં મ્યુઝિક કમ્પોઝર અને સિંગર પાર્થ ઠક્કરે અંબાણી પરિવાર સહિત દેશ વિદેશથી આવેલા દરેક મહેમાનો પર ગુજરાતી ગીતોનો જાદુ વિખેર્યો હતો.
13 July, 2024 06:43 IST | Mumbai | Viren Chhayaફૂડ અને ફિલ્મસ્ટાર - આ એક એવો વિષય છે જે હંમેશા કૂતુહલ જગાડે. આપણા મનગમતા એક્ટર્સ સવારે ઉઠીને ચા કે કૉફી પીતાં હશે કે પછી નારિયેળ પાણી? કે પછી ગોખરું અને આમળાંના પાવડર વાળો ઉકાળો? એમના ફૂડ ક્રેવિંગ્ઝ કોઇ ફાઇવ-સ્ટાર હોટેલના ફેન્સી ફૂડના હશે કે પછી વડા-પાંવ અને સેવ પુરીના હશે? આપણે ઘણીવાર આપણા ગમતા એક્ટર્સની તસવીરો કે વીડિયો અમુક રેસ્ટોરન્ટ્સની બહાર જોઇએ તો આપણને એમ થાય કે ચાલો આપણે પણ ત્યાં એક આંટો મારી આવીએ. આમ તો ફિલ્મસ્ટાર્સ પણ તમારી-મારી જેમ જ ફૂડના રસિયા હોય છે પણ માળું તેમની પ્રોફેશનને કારણે ક્યારેક તેમણે ડાયટ પર ઉતરી જઇને વજન ઉતારવું પડે તો ક્યારેક વજન વધારવાનું હોય તો આંકરાતિયાની જેમ ખાવું ય પડે. શૂટ માટેના ટ્રાવેલિંગમાં નવા પ્રકારની ડિશીઝ ટ્રાય કરવાથી માંડીને ઘરની ખિચડીને ચાહનારા ફૂડી એક્ટર્સની પ્લેટ અને પૅલેટ બંન્નેને ઓળખીએ. ઘણીવાર શૂટિંગ દરમિયાન મનગમતું ભોજન ખાવા મળે છે તો ક્યારેય ભુખ્યા રહેવાનો પણ સમય આવે છે. ઘણીવાર શૂટિંગના સ્થળોની આસપાસના ફૂડ જોઈન્ટ્સ એક્સપ્લોર કરે છે. ફિલ્મસ્ટારના ફૂડ પ્રત્યેના પ્રેમ અને તેમના મનપસંદ ફૂડ જોઈન્ટ વિશે તમે પણ જાણી શકો તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે, સાપ્તાહિક કૉલમ ‘ફૂડ, ફન એન્ડ ફિલ્મસ્ટાર’. ગાયક-અભિનેતા પાર્થ ઓઝા (Parth Oza) આજે આપણી સાથે તેમનો ફૂડ પ્રેમ શૅર કરે છે.
06 July, 2024 11:01 IST | Mumbai | Rachana Joshiલોકગાયક નીરવ બારોટ માત્ર મુંબઈ અને ગુજરાતમાં જ નહીં પણ હવે આખા દેશમાં તથા પરદેશના ગુજરાતીઓ વચ્ચે પણ જાણીતું નામ બની ગયા છે. એટલું જ નહીં તે દેશના અનેક ગાયકો માટે પ્રેરણા પણ બન્યા હશે. પરંતુ ખૂબ જ ઓછા લોકો જાણે છે કે નીરવ બારોટ માત્ર તેમના ચાહકો માટે જ નહીં પણ તેમના નાના ભાઈ એટલે કે તેમના કાકાના છોકરા પ્રતિક બારોટ માટે પણ પ્રેરણારૂપ સાબિત થયા છે. પ્રતિક બારોટને બાળપણમાં હિન્દી ગીતો ગાવાનો શોખ હતો પણ નીરવ બારોટને જોઈને તે પણ લોકસંગીત તરફ વળ્યા. આ વિશે તેમણે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ખાસ વાતચીત કરી છે તો જાણો તેમના વિશે વધુ.
25 June, 2024 07:41 IST | Mumbai | Shilpa Bhanushaliવિકએન્ડમાં મુંબઈ (Mumbai) ના પરાંમાં જાણે આખે આખું સૌરાષ્ટ્ર આવી ગયું હોય તેવો અનુભવ થયો હોય તો તમે પાક્કું આદિત્ય ગઢવી (Aditya Gadhvi) ના લાઈવ કોન્સર્ટ (Aditya Gadhvi Live In Concert) માં ગયા હશો. સોશ્યલ મીડિયા (Social Media) માં અત્યારે જેની ચર્ચા થઈ રહી છે તે છે ‘કવિરાજ’ (Kaviraj) ઉર્ફ આદિત્ય ગઢવી. (તસવીરોઃ આદિત્ય ગઢવીનું ઓફિશ્યલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ)
29 April, 2024 08:00 IST | Mumbai | Rachana JoshiPM મોદીએ દિલજીતની તેની સિદ્ધિઓ માટે પ્રશંસા કરી હતી, જેમાં એક નાનકડા ગામનો છોકરો કેવી રીતે વૈશ્વિક સ્તરે ચમકી શકે છે, તેના નામથી તેનું દિલ જીતવાની ક્ષમતા પ્રતિબિંબિત થાય છે તે દર્શાવતા. દેશભરમાં પ્રવાસ કર્યા પછી દિલજીતે ભારતની મહાનતાનો અહેસાસ શેર કર્યો. મોદીએ ભારતની વિવિધતા અને તાકાત પર ભાર મૂક્યો હતો, જ્યારે દિલજીતે યોગની શક્તિની પ્રશંસા કરી હતી. દિલજીતે મોદીની અંગત યાત્રાની પણ પ્રશંસા કરી, નોંધ્યું કે વડા પ્રધાનની ભૂમિકા તેમની માતા અને પવિત્ર ગંગા દ્વારા સમર્થિત છે.
02 January, 2025 02:55 IST | New Delhiઆ હ્રદયસ્પર્શી નવરાત્રિ વિશેષમાં, અમે નયન સોલંકી સાથે બેઠા છીએ, જે ઘણી પ્રતિભા ધરાવનાર વ્યક્તિ છે - એક આર્કિટેક્ટ, શેફ, આરજે, પત્રકાર અને છેલ્લે, એક ગાયક પણ છે. નયને ગરબા સાથેનો તેમનો ઊંડો સંબંધ શૅર કર્યો છે, જે તેના પિતા તરફથી મળેલો પ્રેમ છે અને કેવી રીતે કન્યા પૂજાની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક પ્રથાએ તેના જીવનને પ્રભાવિત કર્યું છે. અમારી સાથે જોડાઓ કારણ કે નયન તેની સફરને પ્રતિબિંબિત કરે છે, બહુવિધ કારકિર્દી અજમાવવાથી લઈને સંગીતને તેના સાચા કૉલિંગ, તેના પ્રકાશના અંતિમ દીપક તરીકે શોધવા સુધી. પરંપરા, દ્રઢતા અને જુસ્સાની વાર્તા. આ પ્રેરણાદાયી વાર્તાલાપ ચૂકશો નહીં!
28 September, 2024 06:52 IST | Mumbaiબોલિવૂડના વખાણાયેલા પ્લેબેક સિંગર શાન ક્રેઝી ફોર કિશોરની સાતમી સીઝનના હોસ્ટ તરીકે સુકાન સંભાળવા માટે તૈયાર છે જે ભારતીય સિનેમાના સુવર્ણ યુગની ઉજવણી કરે છે અને સુપ્રસિદ્ધ કલાકારો, કિશોર કુમારને શ્રદ્ધાંજલિ આપે છે. શોની 6ઠ્ઠી સિઝનના લોન્ચિંગ માટેના એક કાર્યક્રમમાં, શાને કિશોર દાને તેમના પુત્ર સાથે તેમના કેટલાક ગીતો ગાઈને શ્રદ્ધાંજલિ આપી હતી.
08 March, 2024 09:31 IST | Mumbaiવડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૭ ફેબ્રુઆરીના રોજ પલ્લાડમમાં જર્મન ગાયક કસાન્ડ્રા મે સ્પિટમેન અને તેમની માતા સાથે મુલાકાત કરી હતી. વડા પ્રધાને તેમના મન કી બાત પ્રસારણમાંના એક એપિસોડ દરમિયાન કેસાન્ડ્રા મે સ્પિટમેનને પ્રકાશિત કર્યા હતા. તે વિવિધ ભારતીય ભાષાઓમાં ધાર્મિક ગીતો ગાય છે. આજે તેણે વડાપ્રધાન મોદીની સામે અચ્યુતમ કેશવમ અને એક તમિલ ગીત ગાયું હતું.
28 February, 2024 12:10 IST | Mumbaiવસ્તી નિયંત્રણમાં શિક્ષણ અને મહિલાઓની ભૂમિકા સમજાવવા માટે બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર દ્વારા રાજ્યની વિધાનસભામાં અપમાનજનક ભાષાના ઉપયોગ પર પ્રતિક્રિયા આપતા મિલબેને આ ટિપ્પણી કરી હતી.
09 November, 2023 11:01 IST | Delhiનવરાત્રી 2023: ખૂબ જ નાની ઊંમરમાં એટલે લગભગ 10-12 વર્ષની વયે પ્રૉફેશનલી સિંગિંગ કરનાર એવા ભાનુશાલી સમાજના ગૌરવ રુચિ ભાનુશાલીએ ગુજરાતી મિડ-ડે ડૉટકૉમ સાથે ખાસ વાતચીત કરી છે. જેમાં તેમને કયું સૌથી વધુ ગમે છે અને તેની સાથે જ તે નવરાત્રી દરમિયાન અને તેની પહેલા કેવી કેવી તૈયારીઓ કરે છે તે વિશે કેટલાક ખુલાસા કર્યા છે તો વીડિયોમાં જુઓ તેમણે શૅર કરેલા સીક્રેટ્સ વિશે વધુ...
07 October, 2023 12:54 IST | Mumbaiજાણીતા ગુજરાતી લોકગાયક અને શિવભક્ત તેમજ મા મોગલના આરાધક એવા લોકપ્રિય નીરવ બારોટે નવરાત્રીની તૈયારીઓ વિશે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ખાસ વાતચીત કરી છે. આ વાતચીતમાં નવરાત્રીની ખાસ તૈયારી અને તેઓ કેવી રીતે ગળાનું ધ્યાન રાખે છે તેના અંગે ખુલાસો કર્યો છે, જે જાણવા માટે જુઓ આખો વીડિયો.
07 October, 2023 08:57 IST | Mumbai`ધ પ્લેબેક સિંગર` ચંદન રોય સાન્યાલ, મોહન કન્નન અને દેવાંશ પટેલની ટીમ સાથે ગુજરાતી મિડ-ડે ડૉટકૉમની વાતચીત ચાલતી હતી, અહીં અન્ય કેટલીક રસપ્રદ માહિતી શેર કરી છે. સ્ટેજ અને સ્ક્રીન પર રહી ચૂકેલા ચંદન ફિલ્મ નિર્માણની કળાને દિગ્દર્શકના દૃષ્ટિકોણથી સમજવાની વાત કરે છે. તેમની સમજૂતી આ દિશામાં માસ્ટર ક્લાસની સમકક્ષ છે. આ ચર્ચામાં મોહન જણાવે છે કે આખી ફિલ્મના પ્રવાહને અનુરૂપ ગીતો અને સંગીત બનાવવા માટે પાત્ર અને વાર્તાને કેવી રીતે સમજવું જરૂરી હોય છે. તેમણે કહ્યું કે, આ ફિલ્મમાં ગીતો વાર્તાને આગળ લઈ જાય છે અને તે જ તેની ખાસ વાત છે. દેવાંશ પટેલ જણાવે છે કે તેણે સમયાંતરે સંગીતના દ્રશ્યને કેવી રીતે બદલાતા જોયા છે. જુઓ વીડિયોમાં વધુ...
10 June, 2023 09:20 IST | MumbaiADVERTISEMENT
ADVERTISEMENT