વેપારી તેની વેપારનીતિ કે સાહસ પર જ નહીં, પણ સમયસૂચકતાને કારણે પણ કમાતો હોય છે. ગુજરાતીઓના લોહીમાં વેપાર છે. છેલ્લા બે મહિનામાં સંજોગોએ ભલભલા વેપારીઓની દુકાને તાળાં મરાવી દીધાં, આવનારા સમયમાં અનિશ્ચિતતાનો ભાર લાદી દીધો અને ખર્ચા કેમ કાઢવા એને લગતી મૂંઝવણો ઉમેરી દીધી ત્યારે કેટલાક એવા ગુજરાતીઓ અમને મળ્યા જેમણે અત્યારના સમયની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને ટેમ્પરરી બીજા વેપારમાં ઝંપલાવી દીધું અને એમાં પણ કમાણીના નવા આયામો શોધી કાઢ્યા. મળીએ તેમને અને જાણીએ તેમની લૉકડાઉન વેપારનીતિ વિશે. - રુચિતા શાહ
લૉકડાઉને જૂના ધંધા પર તરાપ મારી તો નવો ધંધો કરીશું, પણ અટકીશું નહીં એવું માનનારા, એવું કહેનારા અને સમયસૂચકતા વાપરીને વર્તમાન સંજોગોમાં ડિમાન્ડમાં આવેલી વસ્તુઓ પર રોજીરોટી ફેરવનારા, લૉકડાઉનમાં લાઇન બદલનારા કેટલાક ગુજરાતીઓને મળીએ
17 May, 2020 06:20 IST