ગુજરાતી સર્જક ધીરૂબેન પટેલનું ટૂંકી માંદગી બાદ અમદાવાદમાં 97 વર્ષે નિધન થયું છે. તેમના અવસાનથી સાહિત્ય જગતને ક્યારેય ન પુરી શકાય એવી ખોટ પડી છે. તેમની રચનાઓ અને કૃતિઓનું સર્જન સાહિત્યની એ મુડી છે જેનું મૂલ્ય આંકી શકાય એમ જ નથી. તેમણે નવલિકા, લઘુનવલ, નવલકથા, ચરિત્રનિબંધો, બાળસાહિત્ય, કાવ્ય અને હાસ્યકથાઓના રૂપમાં મૂલ્યવાન કૃતિઓ આપી છે. હાસ્યસાહિત્યનું એમનું ખેડાણ અપેક્ષા જન્માવે છે. સાહિત્યકાર નવલકથાકાર, નાટકકાર, વાર્તાકાર અને અનુવાદક ધીરુબેન પટેલના અવસાન પર કલા જગતની હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે. ત્યારે રામ મોરી, યામિની પટેલ, દિવ્યાશા દોશી અને ખેવના દેસાઈએ કેટલાક સંસ્મરણો વાગોળીને તેમને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી છે. આ લેખકોની કલમમાંથી નીતરેલો ભાવ અનુભવીએ..
10 March, 2023 05:04 IST | Mumbai | Nirali Kalani