દેશભરમાં ગઈ કાલે કોવિડ-19 વૅક્સિનેશનની ડ્રાય રન હાથ ધરાયા બાદ આવતા અઠવાડિયે ૧૬ જાન્યુઆરીથી ભારતમાં કોવિડ વૅક્સિન આપવાની શરૂઆત થવાની શક્યતા છે. અસંખ્ય પરિવારો કોરોનામાં સપડાઈને મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ક્યારે અને કેવી રીતે પોતાના સુધી સરકારે માન્યતા આપેલી રસી પહોંચશે એની ઉત્સુકતા છે. લૅબોરેટરીમાંથી નીકળીને વૅક્સિન સરકાર પાસે અને ત્યાંથી દેશભરના જિલ્લાઓમાં કેવી રીતે પહોંચશે એની માહિતી ભારત સરકારે તાજેતરમાં લોકો સમજી શકે એ માટે જાહેર કરી છે.
ડ્રગ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયાએ સીરમ ઇન્સ્ટિટ્યૂટની કોવિશીલ્ડ અને ભારત બાયોટેકની કોવૅક્સિન વૅક્સિનનો ઇમર્જન્સીમાં ઉપયોગ કરવા માટેનું ગ્રીન સિગ્નલ આપી દીધા બાદ પહેલાં અમુક જિલ્લા અને ગઈ કાલે દેશભરના તમામ જિલ્લામાં વૅક્સિન સામાન્ય લોકો સુધી પહોંચાડવાની ડ્રાય રન હાથ ધરાઈ હતી.
(લખાણ: પ્રકાશ બાંભરોલિયા)
10 January, 2021 10:23 IST