`ધ પ્લેબેક સિંગર` ચંદન રોય સાન્યાલ, મોહન કન્નન અને દેવાંશ પટેલની ટીમ સાથે ગુજરાતી મિડ-ડે ડૉટકૉમની વાતચીત ચાલતી હતી, અહીં અન્ય કેટલીક રસપ્રદ માહિતી શેર કરી છે. સ્ટેજ અને સ્ક્રીન પર રહી ચૂકેલા ચંદન ફિલ્મ નિર્માણની કળાને દિગ્દર્શકના દૃષ્ટિકોણથી સમજવાની વાત કરે છે. તેમની સમજૂતી આ દિશામાં માસ્ટર ક્લાસની સમકક્ષ છે. આ ચર્ચામાં મોહન જણાવે છે કે આખી ફિલ્મના પ્રવાહને અનુરૂપ ગીતો અને સંગીત બનાવવા માટે પાત્ર અને વાર્તાને કેવી રીતે સમજવું જરૂરી હોય છે. તેમણે કહ્યું કે, આ ફિલ્મમાં ગીતો વાર્તાને આગળ લઈ જાય છે અને તે જ તેની ખાસ વાત છે. દેવાંશ પટેલ જણાવે છે કે તેણે સમયાંતરે સંગીતના દ્રશ્યને કેવી રીતે બદલાતા જોયા છે. જુઓ વીડિયોમાં વધુ...
10 June, 2023 09:20 IST | Mumbai