કહેવાય છે કે પ્રેમ જાતિ, ધર્મ, રંગ કે રૂપ જોતો નથી. પ્રેમ એક લાગણી છે, જે બસ થઈ જાય છે. પરંતુ જો વાત બૉલિવૂડ સેલેબ્સની પ્રેમનીન હોય તો ચર્ચાનો વિષય ના બને એવું તો થાય નહીં. આ ઈન્ડસ્ટ્રીમાં ઘણી એવી અભિનેત્રીઓ છે, જેમણે પોતાના કો-એક્ટર્સને પોતાનો લાઈફ પાર્ટનર બનાવ્યો છે, પરંતુ કેટલીક અભિનેત્રીઓ એવી પણ છે જેમણે ડિરેક્ટર-પ્રોડ્યુસર નહીં પરંતુ રાજકારણીઓ સાથે લગ્ન કર્યા છે.તાજેતરમાં જ પરિણીતિ ચોપરાએ આપ નેતા રાઘવ સાથે સગાઈ કરી છે, જે પ્રસંગ ખુબ જ ચર્ચિત બન્યો છે. ત્યારે આપણે જાણીએ કે પરિણીતિ સિવાય બીજી કોણ-કોણ અભિનેત્રી છે જેમને જીવન માટે નેતાગીરી પસંદ આવી છે.
19 May, 2023 03:09 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent