પહેલું સુખ તે જાતે નર્યા - સ્વાસ્થ્યની અગત્યતા સમજવામાં હવે આપણે પાછા નથી પડતા. આપણે આપણા સ્વાસ્થ્યને બહેતર બનાવવા માટે કંઇને કંઇ કરતા રહેતા હોઇએ છીએ, ક્યારેક એક ડાયેટ તો ક્યારેક કોઇ ચોક્કસ પ્રકારની એક્સર્સાઇઝ. સેલિબ્રિટીઝ શું કરે છે તે જાણવાની પણ આપણને તાલાવેલી હોય તે સ્વાભાવિક છે કારણકે તેમને માટે પરફેક્ટ દેખાવું તેમના વ્યવસાયનો જ એક ભાગ છે. પરંતુ લાંબા કલાકો ચાલતું શૂટિંગ, જરૂર પડ્યે ઘરથી બહાર રહીને કરવું પડતું કામ, ઊંઘમાં અનિયમિતતા જેવું કેટ કેટલુંય હોવા છતાં સેલિબ્રિટીઝ હંમેશા `અફલાતુન` જ દેખાય છે. એવું કઇ રીતે? આ જ બાબતને ધ્યાનમાં રાખીને ગુજરાતી મિડ ડે ડૉટ કૉમે સેલિબ્રિટીઝ સાથે હેલ્થ ટૉક કરવાનો નિર્ણય કર્યો. કેટલાક FAQs એટલે કે ફ્રિક્વન્ટલી આસ્ક્ડ ક્વેશ્ચન્સ - અમે સેલિબ્રિટીઝ સાથે શૅર કર્યા અને તેમણે આપ્યા તેના પ્રતિભાવ. જાણો તેમનું ફિટનેસ રૂટિન, તેમની ખોરાકની આદતો અને ગમા-અણગમા સાથે કઇ રીતે રહે છે હંમેશા ચુસ્ત-દુરુસ્ત.
આજે મળો સેલેબ હેલ્થ ટૉકનાં સ્ટાર નેહા મેહતાને. નેહા મેહતા માત્ર સારાં અભિનેત્રી તો છે જ સાથે વ્યક્તિ તરીકે પણ ખૂબ જ સારાં છે. નેહા મેહતાએ ગુજરાથી થિયેટર અને ટેલીવિઝન શૉઝ કર્યાં છે. તેમણે ગુજરાતી-હિન્દી ફિલ્મો પણ કરી છે. તારક મેહતા કા ઊલ્ટા ચશ્મામાં વર્ષો સુધી અંજલિ મેહતાનું પાત્ર તેમણે ભજવ્યું અને આજેય ઘણાં લોકો તેમને અંજલિ મેહતા તરીકે પણ ઓળખે છે. તેઓ ઘણીવાર ઇન્સ્ટાગ્રામ પર પોતાના ફોટોઝ અને વીડિયોઝ શૅર કરતા રહે છે. આની સાથે જ નેહા મેહતા ફિટનેસ ફ્રીક પણ છે.
01 August, 2022 02:56 IST | Mumbai | Shilpa Bhanushali