Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Mumbai

લેખ

ઝૈનાએ દાદર-ઈસ્ટમાં આવેલી આ ટેક્નૉહાઈટ્સ સોસાયટીની ટેરેસ પરથી કૂદકો લગાવ્યો  હતો.

પ્રેમમાં પછડાટ બની જીવલેણ?

દાદરમાં ૨૦ વર્ષની કચ્છી યુવતીએ લગાવી મોતની છલાંગ

03 April, 2025 07:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જૈનોનું તીર્થસ્થળ (તસવીર: X)

પાલિતાણા: તાજ હૉટેલ સામે જૈનોનો વિરોધ, માંસ-દારૂથી પવિત્ર સ્થળ અપવિત્ર થવાનો ભય

Jain Community Opposes Taj Hotel in Palitana: ૮૫૦ થી વધુ મંદિરો સાથે, પાલિતાણા જૈન સમુદાય માટે સૌથી મહત્ત્વપૂર્ણ તીર્થસ્થળોમાંનું એક છે અને શહેરમાં સ્થિત શેત્રુંજય પર્વત પાંચ જૈન પંચક્ષેત્રોમાંનું એક છે, જે સમુદાય માટે પવિત્ર સ્થળ છે.

03 April, 2025 06:54 IST | Palitana | Gujarati Mid-day Online Correspondent
રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજસાહેબ

ભારતનાં વિવિધ ક્ષેત્રોમાં ઊજવાશે આયંબિલ ઓળી પર્વ, સર્વત્ર જોવા મળશે મિની પર્યુષણ

ચેન્નઈ, બૅન્ગલોર, જામનગર, જેતપુર, વેરાવળ, વડોદરા, કલ્યાણ, ઘાટકોપર અને કાંદિવલીમાં નવ દિવસના કાર્યક્રમો સાથે ભગવાન મહાવીર જન્મોત્સવની ભવ્ય ઉજવણી થશે

02 April, 2025 03:27 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
માર્શલ આર્ટ‍્સના એક પ્રકાર કહેવાતા કલરીપાયટ્ટુની તાલીમ ખાસ કેરલા જઈને મેળવી હતી.

૫૬ વર્ષની ઉંમરે આ વડીલ છે કિકબૉક્સિંગમાં માસ્ટર

૫૦ વર્ષની ઉંમરે માર્શલ આર્ટ્‍સ શીખવાની શરૂઆત કરીને નાનપણની ઇચ્છા પૂરી કરનારા કિશોરભાઈને લાગે છે કે આ પ્રવૃત્તિને લીધે તેમની ઉંમર ઘટી રહી છે

02 April, 2025 10:24 IST | Mumbai | Kajal Rampariya
પ્રતીકાત્મક તસવીર

મુંબઈમાં રેડી રેક્નરના રેટમાં સરેરાશ ૩.૩૯ ટકાનો વધારો

મુંબઈમાં સરેરાશ ૩.૩૯ ટકાનો ભાવવધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારે છેલ્લે ૨૦૨૩માં રેડી રેક્નરના ભાવમાં વધારો કર્યો હતો

02 April, 2025 06:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રવીણ પાઠક

આ દાદા ૮૦ વર્ષની ઉંમરે ૨૦૦ ફ્લૅટ મૅનેજ કરે છે

રિટાયર્ડ બૅન્કર પ્રવીણભાઈ બે સોસાયટીમાં મૅનેજર તરીકે કાર્યરત છે. આ ઉંમરે પણ તેમનો કામ કરવાનો જે જુસ્સો છે એ પ્રશંસનીય છે

01 April, 2025 03:18 IST | Mumbai | Heena Patel
ટૉપ ટેન લાયન્સ ચૅમ્પિયન

VPL T20 2025ની લો સ્કોરિંગ મૅચમાં રંગોલી વાઇકિંગ્સને હરાવીને લાયન્સ ચૅમ્પિયન

ટૉપ ટેન લાયન્સ તરફથી બોલિંગમાં નિશિત ગાલાએ ૪ ઓવરમાં ૧૩ રન આપી ૪ વિકેટ લીધી હતી. કૅપ્ટન ભાવિક ગીંદરા અને દીપક શાહે બે-બે વિકેટ લીધી હતી.

01 April, 2025 10:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ઍરપોર્ટના ડસ્ટબિનમાંથી મળી આવેલા ભ્રૂણનો કેસ સૉલ્વ થયો

ઘટના સાથે સંકળાયેલી ૧૬ વર્ષની ટીનેજર પર પાલઘરમાં રહેતા તેના સંબંધીએ બળાત્કાર કર્યો હતો

31 March, 2025 11:09 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

કવિ રમેશ આચાર્ય

કવિવાર : હું છું ને મારી ભાષા છે, કંઇક થશે એવી આશા છે- અલવિદા કવિ રમેશ આચાર્ય

‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ. તાજેતરમાં જ ગુજરાતી ભાષાએ કવિ રમેશ આચાર્યને ગુમાવ્યા. ગૌરવ સાથે પોતાની કલમે `હું છું ને મારી ભાષા છે, કંઇક થશે એવી આશા છે` એવું લખનાર રમેશ આચાર્યની રચનાઓ થકી એમને શ્રદ્ધાંજલિ આપીએ. લીંબડી મુકામે જન્મેલા આ કવિએ પોતાના પિતા કવિશ્રી રવિશંકરભાઈ આચાર્યનો શબ્દવારસો સાચવ્યો. રમેશ આચાર્યના પુત્ર દર્શક આચાર્ય પણ જાણીતા સર્જક છે. ક્યાંક રમેશભાઈએ પોતે જ નોંધ્યું છે કે એમનો ઉછેર વગડાઉ વનસ્પતિની જેમ થયો. સ્નાતકની પદવી લઈ તેઓ બેન્કર તરીકે નોકરીએ જોડાયા. કવિએ ૧૯૭૮માં `ક્રમશઃ` નામનો મોનોઇમેજનો કાવ્યસંગ્રહ આપ્યો. ત્યારબાદ તેમની શબદયાત્રામાં `હાઈફન`, `મેં ઇચ્છાઓ સૂકાવા મૂકી છે`, `ઘર બદલવાનું કારણ`, `પાથરણાવાળો`, `ડોકે ચાવી બાંધેલ કાગડો`, `ઓસરેલાં પૂર` વગેરે સંગ્રહો ઉમેરાયા.

02 April, 2025 07:00 IST | Mumbai | Dharmik Parmar
બાઇક રેલીમાં ભાગ લીધેલ પરંપરાગત પોષાકમાં સજ્જ મહિલાઓ (તસવીર - અતુલ કાંબળે)

મહિલાઓની આવી બાઇક રેલી ક્યાંય નહીં જોઈ હોય, ગિરગાંવમાં ગુઢીપાડવાની ઉજવણી

ગુઢીપાડવા નિમિત્તે આજે મુંબઈમાં જબરદસ્ત ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ગિરગાંવમાં શોભાયાત્રા નીકળી હતી. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પરંપરાને ધ્યાનમાં રાખતાં મહિલાઓએ બાઇક રેલી યોજી હતી. (તસવીર - અતુલ કાંબળે)

31 March, 2025 07:11 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગીબલી સ્ટાઈલમાં ફેરવાયેલી અંબાણી પરિવારની તસવીર

ગીબલી અવતારમાં કેવો દેખાય છે અંબાણી પરિવાર? આ રહ્યા મેજિકલ ફોટોગ્રાફ્સ!

સોશિયલ મીડિયામાં અત્યારે ગીબલી સ્ટાઈલ વાયરલ થઈ રહી છે. જાણે આ ટ્રેન્ડ બની ગયો છે. એઆઇની મદદથી દરેક જણ પોતાના અને પોતાના પરિવારજનોના ફોટાઓને ગીબલી સ્ટાઇલમાં બદલવા લાગ્યા છે. આ વચ્ચે જ સોશિયલ મીડિયામાં અંબાણી પરિવારજનોના પણ કેટલાંક ફોટોગ્રાફ વાયરલ થયા છે. જેમાં નીતા અંબાણી અને મુકેશ અંબાણી તેમ જ રાધિકા-અનંતના ક્યૂટ ગીબલી અંદાજ લોકોને પસંદ પડી રહ્યા છે.

30 March, 2025 07:11 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈના મોહમ્મદ અલી રોડ પરની મિનારા મસ્જિદ. (તસવીર: અનુશ્રી ગાયકવાડ)

Photos: મુંબઈ, રમઝાન ઈદ પહેલા મોહમ્મદ અલી રોડ પરના આ સ્ટ્રીટ ફૂડ જરૂર ટ્રાય કરજો

રમઝાન ઈદ 2025 નજીક આવી રહી છે, ત્યારે આ વિશિષ્ટ ફૂડ સ્ટૉલના છેલ્લા બે દિવસ ચૂકશો નહીં, જે ખાસ કરીને આ પવિત્ર મહિના દરમિયાન શરૂ રહે છે. મુંબઈના મોહમ્મદ અલી રોડ પર મિનારા મસ્જિદની આસપાસ મળતી આ વાનગીઓ એક વાર જરૂર ટ્રાય કરી શકાય. (તસવીરો: અનુશ્રી ગાયકવાડ)

30 March, 2025 07:10 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નારી જાગૃતિ કાર્યક્રમના સફળ આયોજનની તસવીરોનો કૉલાજ

Women Empowerment માટે ખડાયતા સમાજે કર્યું નારી જાગૃતિ કાર્યક્રમનું આયોજન

નારી સશક્તિકરણના હેતુ સાથે મુંબઈમાં રહેતા ગુજરાતી મોડાસા એકડા દશા ખડાયતા સમાજે એક નવી પહેલ શરૂ કરી જેમાં તેમણે સમાજની મહિલાઓ જે પોતાની આવડતથી નાની-નાની પણ અનેક કળાઓ વિકસાવે છે અને તે કળાનો ઉપયોગ આર્થિક ઉપાર્જન માટે કરે છે, તેવી મહિલાઓને એક પ્લેટફૉર્મ આપવાનો પ્રયત્ન કરવા માટે નારી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

29 March, 2025 06:48 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પાર્થ સોલંકી તેના મમ્મી પપ્પા સાથે

મમ્મી અને પપ્પાની પચીસમી વેડિંગ ઍનિવર્સરી પર તેમનાં પુનર્લગ્ન કરાવ્યાં દીકરાએ

૨૫ વર્ષ પહેલાં સાવ સાદાઈથી લગ્ન કરવાં પડ્યાં હતાં મમ્મી અને પપ્પાને, એટલે હવે મસ્ત ધામધૂમથી પરણાવ્યાં દીકરાએ ઉમેશ સોલંકી અને રીના જાડેજાએ અઢી દાયકા પહેલાં સાદાઈથી લગ્ન કરવાં પડ્યાં હતાં, એટલે ધામધૂમથી પરણવાની અધૂરી રહી ગયેલી તેમની ઇચ્છા ૨૩ વર્ષના દીકરા પાર્થે પૂરી કરી : એકલે હાથે બધી વ્યવસ્થા કરીને પાર્થે વાડીમાં લગ્ન  ગોઠવ્યાં, ૨૦૦ મહેમાનોને બોલાવ્યા, મમ્મી-પપ્પાની ‘ફર્સ્ટ નાઇટ’ માટે ફાઇવસ્ટાર હોટેલમાં રૂમ બુક કરી અને બીજા દિવસે સવારે ઘરે મમ્મીનાં કંકુપગલાં કર્યાં

27 March, 2025 04:54 IST | Mumbai | Heena Patel
આજનાં વન્ડર વુમન છે આર્ટિસ્ટ અપર્ણા શેઠ (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)

વન્ડર વુમન : પોતાના જેવી અનેક અપર્ણા શેઠ ઊભી કરી રહ્યાં છે મુંબઈનાં આ આર્ટિસ્ટ!

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બોક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. તેમાંય જ્યારે એક સ્ત્રી બીજી અનેક સ્ત્રી માટે દીવો બનીને અજવાળું ફેલાવે તો!? અને આ દીવો કળાનો હોય તો તેની શક્તિજ્યોત જગત માટે પ્રેરણારૂપ બની જાય છે. આજે આપણે વાત કરવાની છે આર્ટિસ્ટ અપર્ણા શેઠની. જેમણે પોતાના કળાના શોખને જીવંત તો રાખ્યો જ પણ સાથે અનેક મહિલાઓને આત્મનિર્ભર પણ કરી. આજે તે અનેક મહિલાઓને, બાળકોને કપડાંની થેલીઓ બનાવી તેમાં ડિઝાઇન કરતાં, હૉમ ડેકોરની વસ્તુઓ શણગારતાં, કાગળમાંથી સુંદર આર્ટ-પીસ બનાવતાં શીખવે છે. પોતાની રંગીન જર્ની વિશે અપર્ણા શેઠે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે શેર કરેલી વાતો જાણવી તમનેય ખૂબ ગમશે. તો, ચાલો...

26 March, 2025 10:00 IST | Mumbai | Dharmik Parmar
મિડ-ડે ક્રિકેટ

કચ્છી કડવા પાટીદારનું કમબૅક, સૌથી વધુ પાંચમી વાર ચૅમ્પિયન

૨૦૨૦માં સળંગ ચોથી વાર વિજેતા બન્યા બાદ છેલ્લી ૩ સીઝનની નિષ્ફળતાને ભુલાવીને ફરી ચૅમ્પિયન ટચ બતાવીને બન્યા મિડ-ડે કપના નંબર વન ચૅમ્પિયન :  પ્રથમ વાર ફાઇનલમાં રમી રહેલી પરજિયા સોનીના કમાલના પર્ફોર્મન્સ છતાં પ્રથમ ઇનિંગ્સમાં આપેલી ૨૧ રનની લીડને લીધે ૩૦ રનથી પરાજય જોવો પડ્યો : મૅન ઑફ ધ મૅચ દિનેશ નાકરાણીની પ્રથમ ઇનિંગ્સની ૩૨ બૉલમાં ૩ સિક્સર અને ૭ ફોર સાથેની ૬૦ રનની અફલાતૂન ઇનિંગ્સ બની નિર્ણાયક : શાનદાર ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ સાથે કચ્છી કડવા પાટીદારનો વેદાંશ ધોળુ બન્યો સીઝનનો સુપરસ્ટાર ‍કાંદિવલી-વેસ્ટમાં આવેલા પોઇસર જિમખાનામાં ગઈ કાલે રમાયેલી મિડ-ડે કપ ૨૦૨૫ની ફાઇનલ અપેક્ષા પ્રમાણે ખૂબ રોમાંચક રહી હતી. મિડ-ડે કપની ૧૦મી, ૧૧મી, ૧૨મી અને ૧૩મી સળંગ ચાર સીઝનમાં ચૅમ્પિયન બનીને દબદબો જાળવી રાખનાર કચ્છી કડવા પાટીદારે પ્રથમ વાર ફાઇનલમાં પ્રવેશ કરીને કમાલ કરનાર પરજિયા સોનીને ૩૦ રનથી હરાવીને નવો રેકૉર્ડ બનાવી દીધો હતો. અત્યાર સુધી આ ટુર્નામેન્ટ સૌથી વધુ ચાર વાર જીતવાનો રેકૉર્ડ કચ્છી કડવા પાટીદાર અને ચરોતર રૂખીના સંયુક્ત નામે હતો, પણ હવે વધુ એક કમાલ સાથે પાંચમી વાર ટ્રોફી જીતીને કચ્છી કડવા પાટીદારે મિડ-ડે કપનું ચૅમ્પિયન નંબર વન બની ગયું છે. મૅન આૅફ ધ ફાઇનલ કચ્છી કડવા પાટીદારના દિનેશ નાકરાણીને પાયલ અને વિશાલ પોકારના હસ્તે ટ્રોફી અને ગિફ્ટ હૅમ્પર આપવામાં આવ્યું હતું. દિનેશ નાકરાણીએ ફાઇનલમાં શાનદાર ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ કરતાં બન્ને ઇનિંગ્સમાં કુલ ૫૦ બૉલમાં ૮૬ રન બનાવ્યા હતા, ૩ વિકેટ લીધી હતી અને બે કૅચ પકડ્યા હતા. તસવીરો : અતુલ કાંબળે પ્રથમ ઇનિંગ્સમાં શું થયું? પ્રથમ ઇનિંગ્સમાં પરજિયા સોનીના કૅપ્ટન વિકી સોનીએ ટૉસ જીતીને સવારની ભેજવાળી આઉટ ફીલ્ડનો લાભ લેવા જરાય ખચકાટ વગર પ્રથમ બોલિંગ કરવાનું પસંદ ર્ક્યું હતું. પ્રથમ ચાર ઓવરમાં માત્ર ૨૭ રનમાં બન્ને ઓપનરો ભાવિક ભગત અને વેદાંશુ ધોળુને આઉટ કરી દેતાં પરજિયા સોનીનો એ નિર્ણય યોગ્ય લાગી રહ્યો હતો. જોકે ત્યાર બાદ સ્ટાર ઑલરાઉન્ડર અને યુગાન્ડાની નૅશનલ ટીમ વતી રમતા દિનેશ નાકરાણીએ બાજી પોતાના હાથમાં લઈને ૩૨ બૉલમાં ૩ સિક્સર અને સાત ફોર સાથે ૬૦ રનની અફલાતૂન ઇનિંગ્સના જોરે ટીમના સ્કોરને ૧૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૧૦ રન પર પહોંચાડી દીધો હતો. પરજિયા સોનીએ પહેલી જ ઓવરમાં બન્ને ઓપનરો કૅપ્ટન વિકી સોની અને જિગર સોની ગુમાવીને ખરાબ શરૂઆત કરી હતી. આ સીઝનનો એકમાત્ર સેન્ચુરિયન રાહુલ સોની (૨૨) અને યશ ધાણક (૨૫) વળતી લડત છતાં પરજિયા સોની ૧૦ ઓવરમાં છેલ્લા બૉલે ૮૯ રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી. એ સાથે કચ્છી કડવા પાટીદારે મહત્ત્વપૂર્ણ ૨૧ રનની લીડ લીધી હતી. બીજી ઇનિંગ્સમાં શું થયું? બીજી ઇનિંગ્સમાં કચ્છી કડવા પાટીદારના કૅપ્ટન જિજ્ઞેશ નાકરાણીએ ટૉસ જીતીને પ્રથમ બૅટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ફરી તેમણે પ્રથમ ૩ ઓવરમાં માત્ર ૨૪ રનના સ્કોર પર બન્ને ઓપનરો ભાવિક ભગત અને વેદાંશ ધોળુ તેમ જ વંશ પટેલને ગુમાવીને નબળી શરૂઆત કરી હતી. પ્રથમ ઇનિંગ્સના હીરો દિનેશ નાકરાણીને પણ (૧૮ બૉલમાં ૨૬ રન) વહેલો આઉટ કરીને પરજિયા સોનીએ બીજી ઇનિંગ્સમાં જબરું કમબૅક કર્યું હતું. તેઓ આખરે કચ્છી કડવા પાટીદારને ૧૦ ઓવરમાં માત્ર પાંચ વિકેટે ૮૫ રન સુધી સીમિત રાખવામાં સફળ થયા હતા. પ્રથમ ઇનિંગ્સની ૨૧ રનની લીડને લીધે તેમને જીત માટે ૧૦૭ રનનો ટાર્ગેટ મળ્યો હતો. ઓપનરો યશ ધાણક (૧૦) અને જિગર સોની (૨૫ રન)એ ટીમને યોગ્ય શરૂઆત કરાવી આપતાં કચ્છી કડવા પાટીદારના કૅમ્પમાં સોંપો પડી ગયો હતો, પણ વેદાંશ ધોળુના ૧૮ રનમાં ૩ વિકેટ સાથેના તરખાટને અને નિરંતર વિકેટ પતનને લીધે પરજિયા સોની ટીમ ૧૦ ઓવરમાં ૮ વિકેટે ૭૬ રન જ બનાવી શકી હતી અને ૩૦ રનથી હારી રનર-અપની ટ્રોફીથી સંતોષ માનવો પડ્યો હતો. મિડ-ડે કપના ચૅમ્પિયનો કચ્છી કડવા પાટીદાર (પાંચ વાર) : (૨૦૧૭, ૨૦૧૮, ૨૦૧૯, ૨૦૨૦, ૨૦૨૫) ચરોતર રૂખી (ચાર વાર) : (૨૦૧૧, ૨૦૧૨, ૨૦૧૩, ૨૦૧૫) કપોળ (૩ વાર) : (૨૦૧૦, ૨૦૨૧, ૨૦૨૪) હાલાઈ લોહાણા (૩ વાર) : (૨૦૧૪, ૨૦૧૬, ૨૦૨૩) વાગડ વીસા ઓસવાળ જૈન (બે વાર) : (૨૦૦૮, ૨૦૦૯) ફર્સ્ટ ઇનિંગ્સનો સ્કોર-બોર્ડ ટૉસ : પરજિયા સોનીએ ટૉસ જીતીને ફીલ્ડિંગ લીધી કચ્છી કડવા પાટીદાર : ફર્સ્ટ ઇનિંગ્સ પ્લેયર              રન       બૉલ     ૬          ૪ ભાવિક ભગત કૉ. દેવાંગ સાગર બૉ. ધર્મિત ધાણક         ૧૨       ૧૦       ૦          ૨ વેદાંશ ધોળુ બૉ. દેવાંગ સાગર   ૪          ૭          ૦          ૦ દિનેશ નાકરાણી એલબીડબ્લ્યુ બૉ. પરીક્ષિત ધાણક       ૬૦       ૩૨       ૩          ૭ વંશ પટેલ કૉ. યશ ધાણક બૉ. દેવાંગ સાગર      ૧૦       ૯          ૦          ૧ તેજસ શેઠિયા નૉટઆઉટ           ૧          ૧          ૦          ૦ જેસલ નાકરાણી એલબીડબ્લ્યુ બૉ. પરીક્ષિત ધાણક       ૦          ૧          ૦          ૦ કુલ રન (૧૦ ઓવર) ૧૧૦/૫ વિકેટ-પતન : ૧/૧૭ (૨.૧), ૨/૨૧ (૩.૩), ૩/૮૯ (૭.૬), ૪/૧૧૦ (૯.૫), ૫/૧૧૦ (૯.૬) બોલિંગ ઓવર  મેઇડન રન       વિકેટ મોનિલ સોની    ૨          ૦          ૩૨       ૦ ધવલ સોની      ૧          ૦          ૩          ૦ ધર્મિત ધાણક    ૨          ૦          ૧૫       ૧ દેવાંગ સાગર    ૨          ૦          ૧૬       ૨ પરીક્ષિત ધાણક            ૨          ૦          ૧૩       ૨ યશ ધાણક       ૧          ૦          ૧૩       ૦ પરજિયા સોની : ફર્સ્ટ ઇનિંગ્સ પ્લેયર  રન       બૉલ     ૬          ૪ વિકી સોની કૉ. જેસલ નાકરાણી બૉ. વેદાંશ ધોળુ ૨          ૨          ૦          ૦ જિગર સોની કૉ. ધરમ ચોપડા બૉ. વેદાંશ ધોળુ   ૦          ૨          ૦          ૦ રાહુલ સોની કૉ. ભાવિક ભગત બૉ. હિરેન રંગાણી           ૨૨       ૧૫       ૦          ૩ યશ ધાણક કૉ. હિરેન રંગાણી બૉ. જેસલ નાકરાણી         ૨૫       ૨૧       ૧          ૨ મોનિલ સોની રનઆઉટ (તેજસ શેઠિયા) ૫          ૩          ૦          ૧ દેવાંશ હીરાણી કૉ. વંશ પટેલ બૉ. વેદાંશ ધોળુ    ૯          ૮          ૦          ૧ ધવલ સોની બૉ. દિનેશ નાકરાણી          ૭          ૪          ૦          ૧ ધર્મિત ધાણક બૉ. દિનેશ નાકરાણી        ૪          ૪          ૦          ૦ પરીક્ષિત ધાણક રનઆઉટ (ધરમ ચોપડા)         ૦          ૦          ૦          ૦ સારંગ સોની નૉટઆઉટ ૦          ૦          ૦          ૦ દેવાંગ સાગર રનઆઉટ            ૨          ૧          ૦          ૦ કુલ રન (૧૦ ઓવર) ૮૯ ઑલઆઉટ વિકેટ-પતન : ૧/૨ (૦.૨), ૨/૩ (૦.૫), ૩/૫૨ (૫.૨), ૪/૬૩ (૬.૨), ૫/૬૭ (૭.૪), ૬/૭૪ (૮.૨), ૭/૮૦ (૮.૬), ૮/૮૧ (૯.૨), ૯/૮૭ (૯.૫), ૧૦/૮૯ (૯.૬)   બોલિંગ ઓવર  મેઇડન રન       વિકેટ વેદાંશ ધોળુ      ૨          ૦          ૧૨       ૩ ભાવિક ભગત   ૨          ૦          ૧૬       ૦ જેસલ નાકરાણી            ૨          ૦          ૧૪       ૧ હિરેન રંગાણી   ૨          ૦          ૨૨       ૧ દિનેશ નાકરાણી            ૨          ૦          ૧૩       ૨ સેકન્ડ ઇનિંગ્સનો સ્કોર-બોર્ડ ટૉસ : કચ્છી કડવા પાટીદારે ટૉસ જીતીને બૅટિંગ લીધી કચ્છી કડવા પાટીદાર : સેકન્ડ ઇનિંગ્સ પ્લેયર  રન       બૉલ     ૬          ૪ ભાવિક ભગત કૉ. યશ ધાણક બૉ. ધવલ સોની   ૪          ૩          ૦          ૧ વેદાંશ ધોળુ કૉ. ધર્મિત ધાણક બૉ. ધવલ સોની  ૯          ૬          ૦          ૨ દિનેશ નાકરાણી કૉ. યશ ધાણક બૉ. ધર્મિત ધાણક         ૨૬       ૧૮       ૨          ૨ વંશ પટેલ સ્ટમ્પ દેવાંશ હીરાણી બૉ. દેવાંગ સાગર         ૨          ૩          ૦          ૦ જેસલ નાકરાણી સ્ટમ્પ દેવાંશ હીરાણી બૉ. પરીક્ષિત ધાણક         ૧૫       ૧૬       ૦          ૨ તેજસ શેઠિયા નૉટઆઉટ           ૧૮       ૧૩       ૧          ૨ દિલીપ લીંબાણી નૉટઆઉટ      ૧          ૧          ૦          ૦ કુલ રન (૧૦ ઓવર) ૮૫/૫ વિકેટ-પતન : ૧/૧૫ (૧.૧), ૨/૧૬ (૧.૫), ૩/૨૪ (૨.૫), ૪/૫૫ (૬.૨), ૫/૭૪ (૯.૨) બોલિંગ ઓવર  મેઇડન રન       વિકેટ મોનિલ સોની    ૨          ૦          ૧૮       ૦ ધવલ સોની      ૨          ૦          ૧૦       ૨ દેવાંગ સાગર    ૨          ૦          ૧૮       ૧ પરીક્ષિત ધાણક            ૨          ૦          ૧૩       ૧ ધર્મિત ધાણક    ૨          ૦          ૨૨       ૧ પરજિયા સોની : સેકન્ડ ઇનિંગ્સ (ટાર્ગેટ - ૧૦૭ રન) પ્લેયર              રન       બૉલ     ૬          ૪ યશ ધાણક કૉ. દિનેશ નાકરાણી બૉ. ભાવિક ભગત         ૧૦       ૭          ૦          ૨ જિગર સોની એલબીડબ્લ્યુ બૉ. દિનેશ નાકરાણી ૨૫       ૨૦       ૦          ૪ રાહુલ સોની કૉ. દિનેશ નાકરાણી બૉ. હિરેન રંગાણી        ૧૧       ૧૧       ૦          ૨ મોનિલ સોની એલબીડબ્લ્યુ બૉ. જેસલ નાકરાણી           ૫          ૬          ૦          ૧ વિકી સોની કૉ. હિરેન રંગાણી બૉ. વેદાંશ ધોળુ    ૨          ૫          ૦          ૦ દેવાંશ હીરાણી રનઆઉટ           ૯          ૪          ૧          ૦ ધવલ સોની નૉટઆઉટ ૦          ૨          ૦          ૦ પરીક્ષિત ધાણક બૉ. વેદાંશ ધોળુ           ૦          ૧          ૦          ૦ ધર્મિત ધાણક કૉ. તેજસ શેઠિયા બૉ. વેદાંશ ધોળુ             ૪          ૨          ૦          ૧ દેવેન સતીકુવર નૉટઆઉટ       ૪          ૨          ૦          ૧ કુલ રન (૧૦ ઓવર)                 ૭૬/૮ વિકેટ-પતનઃ ૧/૧૩ (૧.૬), ૨/૫૧ (૫.૫), ૩/૫૩ (૬.૬), ૪/૫૬ (૭.૨), ૫/૬૯ (૮.૩), ૬/૬૯ (૯.૧), ૭/૬૯ (૯.૨), ૮/૭૩ (૯.૪) બોલિંગ ઓવર  મેઇડન રન       વિકેટ વેદાંશ ધોળુ      ૨          ૦          ૧૮       ૩ ભાવિક ભગત   ૨          ૦          ૯          ૧ જેસલ નાકરાણી            ૨          ૦          ૨૬       ૧ હિરેન રંગાણી   ૨          ૦          ૧૩       ૧ દિનેશ નાકરાણી            ૨          ૦          ૪          ૧ રિઝલ્ટ : કચ્છી કડવા પાટીદારનો ૩૦ રનથી વિજય

25 March, 2025 06:59 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

વિડિઓઝ

The Gujaratis: કરો ગુજરાતીઓના ઇતિહાસ, મૂળ અને ઓળખનું અન્વેષણ સલિલ ત્રિપાઠી સાથે

The Gujaratis: કરો ગુજરાતીઓના ઇતિહાસ, મૂળ અને ઓળખનું અન્વેષણ સલિલ ત્રિપાઠી સાથે

સલિલ ત્રિપાઠીના શબ્દો સોમનાથ અગરબત્તીની સુગંધ જેવુ છે. પરિચિત પણ વિચારશીલ. સલિલે તેમની પુસ્તક `The Gujaratis` માં ગુજરાતીઓ વિશે વાત કરતાં કહ્યું તેઓ ફક્ત હોશિયાર વેપારીઓ નહીં, પણ સંસ્કૃતિ અને પરંપરાથી ભરપૂર એક સમાજ છે. બેલ્જિયમની હીરાની બજારોથી લઈને અમેરિકાના હાઇવે પરના પટેલ મોટેલ્સ સુધી, ત્રિપાઠી ગુજરાતીઓનો એક એવો ચિત્ર બનાવે છે જે વિશ્વના બધા ગુજરાતીઓને જોડે છે. તેમણે ‘અસ્મિતા’ એટલે કે ગુજરાતી હોવાનો ગર્વ વિશે પણ વાત કરી, જે તેમની મહેનત, સંઘર્ષ અને સફળતાનું રહસ્ય છે. પરંતુ ત્રિપાઠી ફક્ત મીઠી વાતો જ નથી કરતા, તેઓ રાજકારણ, વિભાજનવાદ અને અન્ય એવી વાતો પણ જણાવે છે જેની હંમેશા જાહેર ચર્ચા થતી નથી. તેમને ગુજરાતીઓ વિશે વાત કરતા સાંભળવું એ એક પ્રિય જૂનું ગીત સાંભળવા જેવું છે, પરિચિત હોવા છતાં એવા ગીતો સાથે જે તમે પહેલાં ક્યારેય વધુ ધ્યાન આપ્યું ન હોય.

18 March, 2025 09:16 IST | Mumbai
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન: ભારતમાં બનાવેલા ઘટકો સાથે 1100 ટનનો પુલ તૈયાર થયો

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન: ભારતમાં બનાવેલા ઘટકો સાથે 1100 ટનનો પુલ તૈયાર થયો

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ શરૂ છે અને તેનું નિરીક્ષણ કરવા માટે, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે 1 માર્ચે અમદાવાદ રેલવે સ્ટેશન પુનઃવિકાસ પ્રોજેક્ટનું નિરીક્ષણ કર્યું. અમદાવાદમાં રાષ્ટ્રીય હાઇ-સ્પીડ રેલ પ્રોજેક્ટના નિરીક્ષણ દરમિયાન, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે NH 48 પર સ્ટીલ બ્રિજ ઇન્સ્ટોલેશન સાઇટની મુલાકાત લીધી. તેમણે કહ્યું, "બુલેટ ટ્રેન પ્રોજેક્ટ્સમાં, ઘણી જગ્યાએ કોઈ પ્રકારનું અનોખું બાંધકામ હોય છે. આ પુલ 1100 ટનથી વધુ વજનનો છે. તેના ઘણા વિશિષ્ટ ઘટકો ભારતમાં બનાવેલા છે, અને ઘણા ઘટકો ભારતમાં ડિઝાઇન કરવામાં આવ્યા છે. અહીં કામ કરતી ટીમ પુલ નિર્માણની નિષ્ણાત છે - આ તે ટીમ છે જેણે અંજી અને ચેનાબ પુલમાં કામ કર્યું છે."

01 March, 2025 05:00 IST | Ahmedabad
આરબીઆઈ પ્રતિબંધ પછી મુંબઈની ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકની બહાર ગ્રાહકોની લાઇનો

આરબીઆઈ પ્રતિબંધ પછી મુંબઈની ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકની બહાર ગ્રાહકોની લાઇનો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકને નવી લોન આપવા પર પ્રતિબંધ મૂક્યાના એક દિવસ પછી, સુપરવાઇઝરી ચિંતાઓ અને ધિરાણકર્તાની તરલતાની સ્થિતિને કારણે, ગભરાયેલા ગ્રાહકો ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકની શાખાઓની બહાર મોટી સંખ્યામાં ભેગા થયા, જેમાંથી ઘણાની બચત બેંકમાં બંધાયેલી છે. અચાનક બેંકિંગ પ્રતિબંધથી ગ્રાહકો ચિંતામાં મુકાઈ ગયા છે કે શું તેઓ બેંકમાંથી તેમના પૈસા પાછા મેળવી શકશે. ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકના ગ્રાહક સીમા વાઘમારે કહે છે, "અમે ગઈકાલે જ પૈસા જમા કરાવ્યા હતા, પરંતુ તેઓએ કંઈ કહ્યું નહીં... તેઓએ અમને કહેવું જોઈતું હતું કે આવું થવાનું છે... તેઓ કહી રહ્યા છે કે અમને અમારા પૈસા 3 મહિનામાં મળી જશે... અમારી પાસે EMI ચૂકવવાના છે, અમને ખબર નથી કે અમે તે બધું કેવી રીતે કરીશું..."

14 February, 2025 05:46 IST | Mumbai
પ્રજાસત્તાક દિવસ 2025: મુંબઈમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી, જુઓ વીડિયો

પ્રજાસત્તાક દિવસ 2025: મુંબઈમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી, જુઓ વીડિયો

મુંબઈમાં પ્રજાસત્તાક દિવસ 2025 ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે. લોકો આ ખાસ દિવસને તેમના પરિવારો સાથે ઉજવવા માટે ઉત્સાહિત છે. ઘણા લોકોએ પ્રજાસત્તાક દિવસની ઉજવણી અંગેનો તેમનો ઉત્સાહ શેર કર્યો હતો અને કહ્યું હતું કે આ દિવસ તેમના માટે કેટલો મહત્વ ધરાવે છે. મુંબઈની શેરીઓ ગર્વથી ભરેલી છે, સ્થાનિક લોકો ભારતની લોકશાહી અને સ્વતંત્રતાનું સન્માન કરવા માટે એકઠા થયા છે. પરિવારો ઉજવણીનો આનંદ માણે છે, ધ્વજારોહણ સમારોહ, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લે છે અને જીવંત વાતાવરણનો આનંદ માણે છે. શહેરમાં આનંદ અને ઊર્જા દેશભક્તિ અને બંધારણ પ્રત્યેના આદરની ઊંડી ભાવનાને પ્રતિબિંબિત કરે છે.

26 January, 2025 07:54 IST | Mumbai
સૈફ અલી ખાન એટેક કેસ: મુંબઈ પોલીસ દ્વારા એક વ્યક્તિની અટકાયત

સૈફ અલી ખાન એટેક કેસ: મુંબઈ પોલીસ દ્વારા એક વ્યક્તિની અટકાયત

મુંબઈ પોલીસ સૈફ અલી ખાન એટેક કેસના સંબંધમાં પૂછપરછ માટે એક વ્યક્તિને બાંદ્રા પોલીસ સ્ટેશન લાવી હતી.

17 January, 2025 05:55 IST | Mumbai
PM મોદીએ નવી મુંબઈમાં શ્રી શ્રી રાધા મદનમોહનજી ઈસ્કોન મંદિરનું ઉદ્ઘાટન કર્યું

PM મોદીએ નવી મુંબઈમાં શ્રી શ્રી રાધા મદનમોહનજી ઈસ્કોન મંદિરનું ઉદ્ઘાટન કર્યું

15 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી મુંબઈમાં શ્રી શ્રી રાધા મદનમોહનજી ઈસ્કોન મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. ઈવેન્ટ દરમિયાન, તેમણે ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઈસ્કોન) ના સ્થાપક શ્રીલ પ્રભુપાદને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને પરંપરાગત શંખ ફૂંકવામાં ભાગ લીધો. મંદિર ભગવાન કૃષ્ણ અને રાધાને સમર્પિત છે, જેમાં આધ્યાત્મિક ઉપદેશો ફેલાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. આ સમારોહમાં ભક્તો અને મહાનુભાવોએ હાજરી આપી હતી અને PM મોદીએ વિશ્વભરમાં ભારતીય સંસ્કૃતિ અને મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે ઇસ્કોનના પ્રયાસોની પ્રશંસા કરી હતી. આ મંદિર ભક્તિ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અને સામુદાયિક સેવાના કેન્દ્ર તરીકે સેવા આપશે.

16 January, 2025 03:09 IST | Navi Mumbai
નવા વર્ષની ઉજવણી સલામત રીતે થાત તે માટે નવી મુંબઈ પોલીસની મેગા ચેક પોસ્ટની યોજના

નવા વર્ષની ઉજવણી સલામત રીતે થાત તે માટે નવી મુંબઈ પોલીસની મેગા ચેક પોસ્ટની યોજના

નવી મુંબઈના પોલીસ કમિશનર મિલિન્દ ભારમ્બેએ આજે મીડિયાને સંબોધતા, નવા વર્ષની ઉજવણી માટે પોલીસ વિભાગની તૈયારીઓ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે નાગરિકોને નશામાં ડ્રાઇવિંગ ટાળવા અને તમામ ટ્રાફિક નિયમોનું પાલન કરીને સલામત રહેવા વિનંતી કરી. કમિશનરે જાહેરાત કરી હતી કે કોઈપણ ઉલ્લંઘન પર દેખરેખ રાખવા અને અટકાવવા માટે નવી મુંબઈમાં મેગા ચેકપોસ્ટ ઉભી કરવામાં આવશે. દારૂના નશામાં વાહન ચલાવતા અથવા કોઈપણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા પકડાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમણે ઉજવણી દરમિયાન સલામતી અને જવાબદારીના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો અને શાંતિપૂર્ણ અને સલામત નવું વર્ષ સુનિશ્ચિત કરવા દરેકને પોલીસને સહકાર આપવા વિનંતી કરી હતી.

29 December, 2024 03:08 IST | Mumbai
ગેટવે ઓફ ઈન્ડિયા પાસે બોટ પલટી જવાથી 13 લોકોના મોત, ઘણા ગુમ; બચાવ કામગીરી ચાલુ

ગેટવે ઓફ ઈન્ડિયા પાસે બોટ પલટી જવાથી 13 લોકોના મોત, ઘણા ગુમ; બચાવ કામગીરી ચાલુ

18 ડિસેમ્બરે મુંબઈના દરિયાકિનારે ગેટવે ઑફ ઈન્ડિયા પાસે એક ફેરી પલટી ગઈ હતી, જેના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઘટના બાદ ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડે બચાવ કામગીરી હાથ ધરી હતી. નવીનતમ અપડેટ મુજબ, 101 લોકોને બચાવી લેવામાં આવ્યા છે, અને 13 મૃત્યુ પામ્યા છે. બચાવ ટીમો લાઇફ જેકેટ પહેરેલા મુસાફરોને મદદ કરતી વીડિયોમાં જોવા મળી હતી, જ્યારે ફેરી નમતી રહી હતી ત્યારે તેમને અન્ય બોટમાં સ્થાનાંતરિત કરી રહી હતી. એક સ્પીડબોટ ફેરી સાથે અથડાયા બાદ આ ઘટના બની હતી. બાકીના મુસાફરોને બચાવવા માટે બચાવ કાર્ય ચાલુ છે. સત્તાવાળાઓ પરિસ્થિતિને નિયંત્રિત કરવા અને દરેકની સલામતી સુનિશ્ચિત કરવા માટે ઝડપથી કામ કરી રહ્યા છે. હોડી દુર્ઘટના.

19 December, 2024 01:56 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK