મહારાષ્ટ્ર(Maharashtra)ની રાજધાની મુંબઇ (Mumbai)ના કેટલાક વિસ્તારોમાં શુક્રવારે વરસાદના છાંટા પડ્યા અને લોકોને ગરમી તેમજ લૂથી થોડી રાહત મળી. રિપોર્ટ્સ પ્રમાણે માયાનગરી મુંબઇના સાયન, કુર્લા, વડાલા, કલ્યાણ, અંબરનાથ, બદલાપુર સહિત કેટલાક ક્ષેત્રોમાં રિમઝિમ વરસાદ પડવાથી વાતાવરણ ખૂબ જ સુંદર બન્યું છે. મુંબઇમાં સામાન્ય વરસાદથી લોકોને એક સુખદ જળવાયુનો અનુભવ થયો. સામાન્ય વરસાદ સિવાય શુક્રવારે શહેરના અડધા ભાગમાં વાદળછાયું વાતાવરણ હોવાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે. મુંબઇમાં ગુરુવારે 24 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ પહેલા પાંચ ડિસેમ્બર 2019ના 25.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
11 December, 2020 12:42 IST