મુંબઇમાં સોમવારે ભારે વરસાદ પડતાં આઇએમટીએ શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. વળી થાણા અને પાલઘર જિલ્લામાં પણ ભારે વરસાદની જાહેરાતને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું હતું. 15 જુલાઇ સુધી આ સ્થિતિ રહેવાની વકી છે. રાઇગડ, રત્નાગીરી, સતારા અને સિંધુદુર્ગમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે. (તસવીરો - પ્રદીપ ધિવાર, શાદાબ ખાન, સતેજ શિંદે)
જૂન મહિનાની શરુઆતમાં જ મુંબઈમાં મેઘરાજાએ મન મુકીને વરસવાની શરુઆત કરી દીધી છે. બુધવારે મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો છે. હજી પણ વરસાદ ચાલુ જ છે. જેને લીધે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે. વરસાદ અને પાણી ભરાવવાને લીધે લોકલ ટ્રેન સેવા અને બસ સેવાને પણ અસર થઈ છે. મુંબઈમાં ઠેક-ઠેકાણે પાણી ભરાયા છે તેની એક્સક્લુઝિવ તસવીરો અમારી પાસે છે.
મહારાષ્ટ્ર(Maharashtra)ની રાજધાની મુંબઇ (Mumbai)ના કેટલાક વિસ્તારોમાં શુક્રવારે વરસાદના છાંટા પડ્યા અને લોકોને ગરમી તેમજ લૂથી થોડી રાહત મળી. રિપોર્ટ્સ પ્રમાણે માયાનગરી મુંબઇના સાયન, કુર્લા, વડાલા, કલ્યાણ, અંબરનાથ, બદલાપુર સહિત કેટલાક ક્ષેત્રોમાં રિમઝિમ વરસાદ પડવાથી વાતાવરણ ખૂબ જ સુંદર બન્યું છે. મુંબઇમાં સામાન્ય વરસાદથી લોકોને એક સુખદ જળવાયુનો અનુભવ થયો. સામાન્ય વરસાદ સિવાય શુક્રવારે શહેરના અડધા ભાગમાં વાદળછાયું વાતાવરણ હોવાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે. મુંબઇમાં ગુરુવારે 24 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે આ પહેલા પાંચ ડિસેમ્બર 2019ના 25.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.
જંબોરી મેદાન, વરલી ખાતે મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે જન્માષ્ટમી 2023ની ઉજવણીનો જોશ ઓછો થયો ન હતો. આશિષ શેલાર દ્વારા આયોજિત, આ ઇવેન્ટ ગોવિંદાઓની અદમ્ય ભાવના દર્શાવે છે કારણ કે તેઓ પ્રતિષ્ઠિત હાંડી સુધી પહોંચવા માટે ધોધમાર વરસાદમાં પણ જહેમત કરે છે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK