આપણા દેશમાં સખત લૉકડાઉનનો માહોલ બદલાઇ ગયો છે. એક સમયે વાઇરસને કારણે મુંબઇ જેવું સતત દોડતું શહેર પણ થંભી ગયું હતું. કેવો હતો એ નજારો જ્યારે મુંબઇની ભીડથી ખદબદતી જગ્યાઓ પર કાળું ચકલું ય નહોતું ફરકતું ત્યારે આજે રસ્તાઓ પર જોવા મળતી ભીડ, વેક્સીન પ્રત્યેની જાગૃકતા, વેક્સીન મેળવવાની ઉતાવળ, પ્રત્યેનો ભય, બેદરકારી બધાંને સાથે લઈને ચાલતું મુંબઇ શહેર જુઓ તસવીરોમાં કેવું દેખાય છે... તસવીર સૌજન્ય મિડ-ડે ફોટોગ્રાફર્સ
કોરોના વાયરસના કેસ મુંબઈમાં ફરી વધી રહ્યાં છે ત્યારે મુંબઈગરાંઓ શહેરમાં માસ્ક વગર કેવી રીતે ફરી રહ્યાં છે તે જોઈએ તસવીરોમાં...
(તસવીરો: નિમેશ દવે, સતેજ શિંદે અને આશિષ ગાંધી)
મુંબઇની લોકલ ટ્રેઇન્સ શહેરની જીવાદોરી ગણાય છે. કોરોના રોગચાળાને પગલે મુંબઇની ટ્રેઇન સર્વિસ પહેલાં તો સાવ ઠપ કરી દેવાઇ અને પછી માત્ર એસેન્શિયલ સર્વિસિઝ માટે કામ કરનારાઓ માટે નિયત સ્લોટ્સમાં ટ્રેઇન શરૂ કરાઇ. 1લી ફેબ્રુઆરીથી ટ્રેન્સ શરૂ થઇ ત્યારે અલગ સ્ટેશન્સ પર કેવા દ્રશ્યો સર્જાયા તે જોઇએ આ તસવીરોમાં.
(તસવીરો - શાદાબ ખાન, સુર્યા કારકેરા, શાદાબ ખાન, આશિષ રાણે, સમીર અબેદી.)
વર્ષ 2020ના છેલ્લા દિવસે, આજે જુઓ મુંબઇમાં વર્ષ દરમિયાન કેટલીક એવી વસ્તુઓ મિડ-ડેના ફોટોગ્રાફર્સના નજરે ચડી છે અને તેમની તસવીરોમાં કેદ થઈ જે ખરેખર અહીં જોવા મળવી આશ્ચર્ય પમાડનારી છે. જ્યારે આખું વિશ્વ કોરોનાવાયરસ સામે જંગ લડી રહ્યું હતું ત્યારે આખા વિશ્વના જ નહીં પણ મુંબઇના પ્રાણીઓ પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા.
વર્ષોથી મુંબઈમાં ઘણો બદલાવ આવ્યો છે. પરંતુ એક વસ્તુ જે સતત રહી છે, ધીરે ધીરે સમય પણ ઘણો બદલાય ગયો છે તે એનો સાક્ષી છે અને એનો વારસો. આ ફ્લેશબેક તસવીરો જોઈને તમે મંત્રમુગ્ધ થઈ જશો.
અલ્પા નિર્મલવર્ષના અંતે આખા વર્ષનું સરવૈયું કાઢવાની પ્રથા છે. ‘ક્યા પાયા, ક્યા ખોયા’નાં લેખાંજોખાં નીકળે છે. એ અન્વયે ઈ.સ. ૨૦૨૦માં ગુમાવ્યાનું લિસ્ટ લાંબું છે. આખી દુનિયા આ વર્ષે કોવિડ, કોરોના, પેન્ડેમિક, લૉકડાઉન, ઇકૉનૉમિક ક્રાઇસિસમાં સપડાઈ રહી. સમસ્ત વિશ્વમાં વાઇરસની, નેગેટિવિટી અને દુઃખની જ વાતો છે, પણ કોઈ-કોઈ માટે ૨૦૨૦ તેમની લાઇફમાં માઇલસ્ટોન બન્યું. નકારાત્મકતા અને શોકના માહોલમાં પણ તેમનાં સપનાં પૂરાં થયાં, સુખનો સૂરજ ઊગ્યો અને ૨૦૨૦નું વર્ષ સોનેરી સંભારણું બની ગયું. અરે, એવા અન-એક્સપેક્ટેડ હૅપી ટર્ન આવ્યા કે આ વર્ષ ખુશીઓ, ઉમંગનું રહ્યું.૨૦૨૦ના અંતિમ દિવસો ચાલી રહ્યા છે ત્યારે કષ્ટ ને કમઠાણની પારાયણ માંડવાને બદલે એ લોકોને મળીએ જેઓ આ વર્ષને ‘થૅન્ક યુ’ કહેવા માગે છે...
ગ્રાફોલૉજી એટલે શું? ગ્રાફોલૉજી એટલે વ્યક્તિના લખાણ પરથી તમે એમનું વ્યક્તિત્વ જાણી શકો છો. જેમ કે એ વ્યક્તિનો સ્વભાવ, આત્મવિશ્વાસ, એનું લક્ષ્ય કેટલું ઉંચુ રાખી શકશે, નેગેટિવ છે કે પૉઝિટિવ કુલ મળીને આ બધું તમારા લખાણ પરથી તમારો સ્વભાવ ઓળખી શકાય છે. તો ચલો આપણે ગ્રાફોલૉજીસ્ટ નિષ્ણાંત અવની શાહ પાસેથી એના વિશે વધુ જાણકારી મેળવીએ અને લઈએ કેટલીક ટિપ્સ...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK