મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં આજે દસ અગ્રણી રેલવે પ્રવાસી સંસ્થાઓ દ્વારા રેલવે સ્ટેશનો પર ‘વૅર યૉર વ્હાઇટ’ (Wear Your White Protest) વિરોધ શરૂ કર્યો છે. સ્ટેશનો પર ભીડ દૂર કરવા, લોકલ ટ્રેનોને પ્રાથમિકતા આપવા અને ઉપનગરીય રેલવે પરિવહન સંસ્થાની સ્થાપનાની માંગ બદલ આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. એકતાના પ્રદર્શન તરીકે, યુનિયનોએ મુંબઈકરોને ૨૨ ઓગસ્ટના રોજ એટલે કે આજે આંદોલનમાં ભાગ લેવાનું આહ્વાન કર્યું હતું. આ વિરોધ લોકલ ટ્રેન સેવાઓના સંચાલનને અસર કરશે નહીં.
22 August, 2024 01:50 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent