અભિનેત્રી કહો, ગાયિકા કહો કે કહો નિર્માતા...માનસી પારેખ(Manasi Parekh)એ દર્શકોના દિલમાં એક અનોખું સ્થાન મેળવ્યું છે. હિન્દી ફિલ્મ, ટેલિવિઝન, ગુજરાતી નાટક હોય કે ગુજરાતી ફિલ્મ, આ દરેક માધ્યમથી પોતાના શાનદાર અભિનય દ્વારા દર્શકોને મનોરંજન પુરું પાડ્યું છે. છેલ્લે તે ગુજરાતી ફિલ્મ `કચ્છ એક્સપ્રેસ`માં જોવા મળ્યાં હતા. જેની મહિલા કેન્દ્રિત વાર્તા લોકોના હ્રદયને સ્પર્શી ગઈ હતી. આજે માનસી પારેખના જન્મદિવસ નિમિત્તે જાણીએ અભિનેત્રી વિશે કેટલીક રસપ્રદ વાતો અને સાથે જ નજર કરીએ તેણીના અદ્ભૂત અને સુંદર ટ્રેડિશનલ લૂક પર...
21 July, 2023 12:45 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent