મરાઠી ફિલ્મોનો લોકપ્રિય એક્ટર સ્વપ્નિલ જોશી હવે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ હવે શરૂ થઈ ગયું છે જેની જાહેરાત ફિલ્મના પ્રોડ્યુસર દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવી છે. ‘શુભચિંતક’ નામની આ ફિલ્મમાં સ્વપ્નિલ જોશી સાથે માનસી પારેખ, ઈશા કંસારા, વિરાફ પટેલ, તુષારિકા રાજ્યગુરુ દીપ વૈદ્ય અને મેહુલ બુચ જેવા જાણીતા કલાકારો જોવા મળવાના છે. (તસવીર: સેલેબ્સ સોશિયલ મીડિયા)
ફૂડ અને ફિલ્મસ્ટાર - આ એક એવો વિષય છે જે હંમેશા કૂતુહલ જગાડે. આપણા મનગમતા એક્ટર્સ સવારે ઉઠીને ચા કે કૉફી પીતાં હશે કે પછી નારિયેળ પાણી? કે પછી ગોખરું અને આમળાંના પાવડર વાળો ઉકાળો? એમના ફૂડ ક્રેવિંગ્ઝ કોઇ ફાઇવ-સ્ટાર હોટેલના ફેન્સી ફૂડના હશે કે પછી વડા-પાંવ અને સેવ પુરીના હશે? આપણે ઘણીવાર આપણા ગમતા એક્ટર્સની તસવીરો કે વીડિયો અમુક રેસ્ટોરન્ટ્સની બહાર જોઇએ તો આપણને એમ થાય કે ચાલો આપણે પણ ત્યાં એક આંટો મારી આવીએ. આમ તો ફિલ્મસ્ટાર્સ પણ તમારી-મારી જેમ જ ફૂડના રસિયા હોય છે પણ માળું તેમની પ્રોફેશનને કારણે ક્યારેક તેમણે ડાયટ પર ઉતરી જઇને વજન ઉતારવું પડે તો ક્યારેક વજન વધારવાનું હોય તો આંકરાતિયાની જેમ ખાવું ય પડે. શૂટ માટેના ટ્રાવેલિંગમાં નવા પ્રકારની ડિશીઝ ટ્રાય કરવાથી માંડીને ઘરની ખિચડીને ચાહનારા ફૂડી એક્ટર્સની પ્લેટ અને પૅલેટ બંન્નેને ઓળખીએ. ઘણીવાર શૂટિંગ દરમિયાન મનગમતું ભોજન ખાવા મળે છે તો ક્યારેય ભુખ્યા રહેવાનો પણ સમય આવે છે. ઘણીવાર શૂટિંગના સ્થળોની આસપાસના ફૂડ જોઈન્ટ્સ એક્સપ્લોર કરે છે. ફિલ્મસ્ટારના ફૂડ પ્રત્યેના પ્રેમ અને તેમના મનપસંદ ફૂડ જોઈન્ટ વિશે તમે પણ જાણી શકો તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે, સાપ્તાહિક કૉલમ ‘ફૂડ, ફન એન્ડ ફિલ્મસ્ટાર’.
તાજેતરમાં ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ માટે બેસ્ટ અભિનેત્રીનો નેશનલ એવૉર્ડ મેળવનાર માનસી પારેખ (Manasi Parekh) આજે આપણી સાથે તેમનો ફૂડ પ્રેમ શૅર કરે છે.
19 October, 2024 10:01 IST | Mumbai | Rachana Joshi
ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ (Manasi Parekh) પર ચોતરફથી અભિનંદનની વર્ષાઓ થઈ રહી છે. કારણકે અભિનેત્રીએ ગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ (Kutch Express) માટે બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવૉર્ડ (Best Actress National Award) મેળવ્યો છે. નેશનલ એવૉર્ડ લેવા જતી વખતે અભિનેત્રી ચોધાર આંસુએ રડી પડી હતી એ બાબતે સહુનું ધ્યાન ખેચ્યું હતું. સાથે જ હજી એક બાબતને કારણે માનસી પારેખ સહુના આકર્ષણનું કેન્દ્ર બની હતી, તે છે તેનું આઉટફિટ. અભિનેત્રીએ એવૉર્ડ સેરેમનીમાં પહેરેલી બાંધણીની ડિઝાઇનર સાડીએ સહુનું મન મોહી લીધું હતું. ફક્ત નેશનલ એવૉર્ડ્ સેરેમનીમાં જ નહીં પણ તાજેતરમાં નવરાત્રિ દરમિયાન પણ માનસી પારેખના લૂક્સે સહુને ઇમ્પ્રેસ કર્યા હતા. ચાલો કરીએ તેના પર એક નજર…
14 October, 2024 02:51 IST | Mumbai | Rachana Joshi
ગુજરાતી ફિલ્મ કચ્છ એક્સપ્રેસ માટે બેસ્ટ ઍક્ટ્રેસનો નૅશનલ અવૉર્ડ સ્વીકારતી વખતે માનસી પારેખ ઇમોશનલ થઈ ગઈ હતી. માનસી ઉપરાંત તામિલ ઍક્ટ્રેસ નિત્યા મેનનને પણ સંયુક્તપણે બેસ્ટ ઍક્ટ્રેસનો અવૉર્ડ મળ્યો છે. માનસીએ હસબન્ડ પાર્થિવ ગોહિલ સાથે મળીને કચ્છ એક્સપ્રેસને કો-પ્રોડ્યુસ પણ કરી હતી. દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આપવામાં આવ્યા ૭૦મા નૅશનલ ફિલ્મ અવૉર્ડ્સ, મિથુન ચક્રવર્તીને ભારતીય ફિલ્મજગતનો સર્વોચ્ચ દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અપાયો છે.
છેલ્લા બે દિવસથી ફિલ્મફેર એવોર્ડ 2024 ખુબ જ ચર્ચામાં છે. એમાંય ખાસ વાત એ છે કે આ વખતે ફિલ્મ ફેર એવોર્ડનું આયોજન ગુજરાતના ગાંધીનગર ખાતે થયું. ગાંધીનગરના ગિફ્ટ સીટીમાં બૉલિવૂડનો ફેમસ એવોર્ડ સમારોહ યોજાયો હતો. કરણ જોહર, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, વરુણ ધવન સહિતની મોટી મોટી હસ્તીઓનો જમાવડો ગિફ્ટ સીટી ખાતે જોવા મળ્યો હતો. ત્યારે આ તકે ઢોલીવૂડ એટલે કે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ પણ એવોર્ડ સમારોહમાં સામેલ થયા હતાં. મલ્હારથી લઈ માનસી પારેખ અને પાર્થિવ ગોહિલ સહિતના કલાકારોએ રેડ કાર્પેટ પર જોરદાર એન્ટ્રી કરી હતી.
મા આદ્યાશક્તિની આરાધના કરવાનો અવસર એટલે નવરાત્રી(Navratri 2023).નવરાત્રીનો આરંભ થતાં જ માઈભક્તો અને ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને ઉલ્લાસ પ્રગટ થઈ જાય છે. માઈભક્તોમાં માતાની પૂજા-અર્ચના કરવાનો હરખ ન માતો હોય તો બીજી બાજુ ગરબાની રમઝટ બોલાવવા ખેલૈયાઓ ઘેલા થતાં હોય છે. નવરાત્રીમાં ગરબા અને દાંડિયા રમવાની પરંપરા ઘણા વર્ષો જૂની છે. માતાના ગરબા વિના નવરાત્રી અધુરી લાગે છે અને ગાયકો વિના માતાના ગરબા. આ વર્ષે નવરાત્રી પર ગુજરાતી મિડ-ડે `રમઝટની રાતનાં સુપરસ્ટાર` લઈને આવ્યું છે. જેમાં તમને ગાયકોમાં રમઝટ બોલાવવાની આટલી એનર્જી ક્યાંથી આવે છે? તેમને ગરબા રમવાનું મન નહીં થઈ જતું હોય જેવા અનેક સવાલોના જવાબ મળશે.ગરબા ગાયકો સાથે ગોષ્ઠી કરી તેમની રસપ્રદ વાતો વિશે જાણીએ...
14 October, 2023 12:10 IST | Mumbai | Nirali Kalani
અભિનેત્રી કહો, ગાયિકા કહો કે કહો નિર્માતા...માનસી પારેખ(Manasi Parekh)એ દર્શકોના દિલમાં એક અનોખું સ્થાન મેળવ્યું છે. હિન્દી ફિલ્મ, ટેલિવિઝન, ગુજરાતી નાટક હોય કે ગુજરાતી ફિલ્મ, આ દરેક માધ્યમથી પોતાના શાનદાર અભિનય દ્વારા દર્શકોને મનોરંજન પુરું પાડ્યું છે. છેલ્લે તે ગુજરાતી ફિલ્મ `કચ્છ એક્સપ્રેસ`માં જોવા મળ્યાં હતા. જેની મહિલા કેન્દ્રિત વાર્તા લોકોના હ્રદયને સ્પર્શી ગઈ હતી. આજે માનસી પારેખના જન્મદિવસ નિમિત્તે જાણીએ અભિનેત્રી વિશે કેટલીક રસપ્રદ વાતો અને સાથે જ નજર કરીએ તેણીના અદ્ભૂત અને સુંદર ટ્રેડિશનલ લૂક પર...
તૈમુર સહિતના સેલિબ્રિટી કિડ્ઝ સેન્સેશન બની રહ્યા છે. તેમના ફોટોઝ સોશિયલ મીડિયા પર પણ ફટાફટ વાઈરલ થાય છે. જો કે આપણા ગુજરાતી સેલેબ્સના કિડ્ઝ પણ ઓછા ક્યુટ નથી જુઓ ફોટોઝ.
ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકર અને માનસી પારેખ ગોહિલની ગુજરાતી વેબસિરીઝ ડુ નોટ ડિસ્ટર્બ સ્ટ્રીમ થઈ રહી છે. ત્યારે ગુજરાતી મિડડે ડોટ કોમે આ બંને સ્ટાર્સ સાથે વાતચીત કીર અને બંનેની કેટલીક રસપ્રદ વાતો જાણવાની કોશિશ કરી છે. જુઓ ઈન્ટરવ્યુ
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK