દેશભરના કલાકારોને એક મંચ પર અને એક છત નીચે લાવવા માટે પ્રતિબદ્ધ મુંબઈ(Mumbai)ના પૃથ્વી થિયેટર (Prithvi Theater)તેના અસ્તિત્વના ચાર દાયકામાં પર્ફોર્મિંગ આર્ટ્સના વાર્ષિક ઉત્સવ (Prithvi Festival)નું આયોજન કરવાનું ક્યારેય ચુક્યું નથી. પરંતુ કોરોના મહામારીએ શહેરના લોકપ્રિય રંગમંચીય ધરોહરમાંથી એક એવા પૃથ્વી થિયેટરના પીળા પ્રકાશને ઝાંખો કરી દીધો હતો. ત્યારે આ વર્ષે ફરી પૃથ્વી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. ફેસ્ટિવલના શુભારંભ સમારોહમાં અભિનય ક્ષેત્રની અનેક દિગ્ગજ હસ્તીઓ પહોંચી હતી. મહેશ ભટ્ટ, નીના ગુપ્તા, થિયેટરના ડિરેક્ટર કુણાલ કપૂર, દિયા મિર્જા, લારા દત્તા, પૂજા ભટ્ટ સહિત અનેક કલાકારો રંગભૂમિના રંગોને માણવા પહોંચ્યા હતાં. (તસવીર સૌજન્ય: પ્રતિક સુરેકા)
09 November, 2022 01:25 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent