કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે બુધવારે યુકેના વડા પ્રધાન ઋષિ સુનક સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ સંરક્ષણ, આર્થિક સહયોગ, શાંતિપૂર્ણ અને સ્થિર વૈશ્વિક નિયમો-આધારિત વ્યવસ્થાને મજબૂત કરવા માટે ભારત અને યુકે કેવી રીતે સાથે મળીને કામ કરી શકે તેવા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
(તસવીરો : પીટીઆઇ, એક્સ)
11 January, 2024 02:01 IST | London | Gujarati Mid-day Online Correspondent
ગ્લોબલ મ્યૂઝિક આઇકૉન (Global Music Icon) અને લોકપ્રિય એવા દિવંગત બપ્પી લહરીના (Bappi Lahiri) જન્મદિવસે 27 નવેમ્બરે વર્લ્ડ બૂક ઑફ રેકૉર્ડ્સ,(World Book of Records) લંડન (WBR)એ પોસ્ટ ઑફિસ, સંચાર મંત્રાલય, ભારત સરકારને ટૂંક સમયમાં જ બપ્પી લહરીનું એક ખાસ કવર અને પોસ્ટ ટિકિટ જાહેર કરવાની ખુશખબરીવાળો પત્ર આપ્યો.
છેલ્લાં લગભગ ત્રણ વર્ષમાં કોરોનાએ જ્યારે આખા વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે, ત્યારે બીજી તરફ તેણે સૌને સ્વાસ્થ્યની સંભાળ રાખવા બાબતે સજાગ પણ કર્યા છે. અમદાવાદની એક વ્યક્તિએ આ શીખને અનુસરી પોતાની આરોગ્ય સંભાળ માટે ડૉક્ટરની સલાહ સાથે સાઇકલિંગ કરવાનું શરૂ કર્યું અને તેમના જીવનમાં એવો નવો વળાંક આવ્યો કે તેઓ બિઝનેસ સાથે સ્પોર્ટ્સ તરફ વળ્યા. આ વાત છે નયન જૈનની જેમણે તાજેતરમાં જ લંડનમાં ૧૨૫ કલાકમાં ૧૫૦૦ કિલોમીટર સાઇકલિંગ કરી સ્પર્ધા જીતી છે.
બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર (Sonam Kapoor)ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે. લંડનમાં સોનમ કપુરની બેબી શાવર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહી છે. બેબી શાવર પાર્ટીમાં પિન્ક ડ્રેસમાં સોનમ ખુબ જ સુંદર દેખાઈ રહી છે. (તસવીર: સોનમ કપૂર ઈન્સ્ટાગ્રામ)
લંડનના રાજવી પરિવારના મહારાણી એલિઝાબેથને બ્રિટનની ગાદી સંભાળ્યાના 70 વર્ષ પૂર્ણ થયા હોવાની ઉજવણીના ભાગરૂપે બ્રિટન શાહી ખાનદાન પ્લેટિનિયમ જ્યુબીલી વર્ષ ઉજવી રહ્યું છે. તેના અનુસંધાને વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુળ ગુજરાતી સિંગર પ્રીતિ વરસાણીએ પર્ફોમ કર્યુ હતું.
ભારતીય અભિનેતા સની દેઓલે 22 ઓગસ્ટના રોજ લંડનના લેસ્ટર સ્ક્વેર ખાતેના વ્યુ સિનેમા ખાતે અત્યંત સફળ બોલિવૂડ ફિલ્મ `ગદર 2`ના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. ઈવેન્ટમાં જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. સની દેઓલ પણ ડાન્સ કરીને ઉજવણીમાં જોડાયા હતા. એ ઉપરાંત જાણો શું કહ્યું સની દેઓલે?
લંડનમાં ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ માટે સ્ટેજ તૈયાર છે. ભારતીય પ્રશંસકો ઓવલની બહાર ટીમ ઈન્ડિયા માટે ચીયર કરતા જોવા મળ્યા હતા. ટીમની બસો સ્ટેડિયમમાં આવી પહોંચી અને ચાહકો ઉમટી પડ્યા. ભારત ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે.
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે 30 માર્ચે કોંગ્રેસના પૂર્વ સાંસદ રાહુલ ગાંધીની માફી માંગવાની ભારતીય જનતા પાર્ટીની માંગને પુનરાવર્તિત કરી હતી. `વિદેશી ધરતી પર કોઈ ચોક્કસ નેતાએ જે કહ્યું તેનાથી સમગ્ર દેશ ખૂબ જ નાખુશ છે. નેતાએ રાષ્ટ્ર, સંસદ અને બંને ગૃહોના પ્રમુખ અધિકારીઓની માફી માંગવી જોઈએ`, તેમ એમણે ઉમેર્યું હતું.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK