ગોવા એટલે ધમાલ-મસ્તીની જગ્યા. જ્યાં તમે ખૂબ જ એન્જોય કરી શકો છો પરંતુ જો તમે તમારા પાર્ટનરની સાથે જઈ રહ્યાં છો તો કેટલીક એવી ભૂલ છે જે તમારે ગોવામાં નહીં કરવી જોઈએ. ગોવા વિશ્વભરમાં તેના મોહક બીચ માટે જાણીતું છે. ચમકતી રેતી, ઊંચા નારિયેળના ઝાડ, સમુદ્રની લહેર અને ટેસ્ટી સી-ફૂડ.. બસ ગોવાનું નામ લેતાં જ આંખોમાં આ બધું છવાઈ જાયછે. હાલમાં જ ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરે કહ્યું કે એમના રાજ્યમાં દરેકનું સ્વાગત છે. પર્રિકરનું કહેવું છે કે 'ગોવામાં દરેકનું સ્વાગત છે પરંતુ તેઓ રસ્તા પર પેશાબ ન કરે અને કચરાની સમસ્યાને વધારે નહીં. ગોવાની સુંદરતાને જાળવી રાખવા માટે અહીંયાની સાફ-સફાઈ પર ધ્યાન આપવું જરૂરી છે પરંતુ એના સિવાય ઘણી એવી ભૂલ છે જે તમારે પાર્ટનરની સાથે ગોવામાં નહીં કરવી જોઈએ. આ ભૂલ એવી છે જે તમારા પાર્ટનરનું ઈમ્પ્રેશન ખરાબ કરી શકે છે.
28 December, 2018 05:44 IST