સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકર(Lata Mangeshkar)રવિવારે સવારે 92 વર્ષની વયે સ્વર્ગસ્થ થયા છે. તેમના નિધન બાદ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ગાયકની સારવાર કરી રહેલા ડૉ. પ્રતિત સમદાનીએ આ વાતની પુષ્ટી કરી હતી. તેમના નિધનથી બૉલિવૂડમાં શોકનો માહોલ છે. અનુપમ ખેર, આશુતોષ ગોવારીકર, જાવેદ અખ્તર, અનિલ દેસાઈ, સચિન તેંડુલકર અને ઘણી બધી હસ્તીઓ અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે પ્રભાકુંજ સ્થિત લતાજીના નિવાસસ્થાને પહોંચી છે.
09 February, 2022 05:33 IST | Mumbai