કરણ જોહરે તેનાં બે બાળકો યશ અને રૂહી સાથેની ક્લિપ શૅર કરી છે અને તેમને પોતાનાં કીમતી રત્ન જણાવ્યાં છે. ગઈ કાલે કરણે પોતાના પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શન્સની ઑફિસમાં ધનતેરસની પૂજાનું આયોજન કર્યું હતું. એમાં કેટલીક સેલિબ્રિટીએ પણ હાજરી આપી હતી. જાહ્નવી કપૂર, તેની બહેન ખુશી કપૂર, વિકી કૌશલ, ઇબ્રાહિમ અલી ખાન અને સિદ્ધાર્થ મલ્હોત્રા પણ કરણના ઘરે પહોંચ્યાં હતાં. જાહ્નવી અને ખુશી સાઉથ ઇન્ડિયન આઉટફિટમાં પહોંચી હતી. પોતાનાં બાળકો સાથેની જીઆઇએફ ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કરણે કૅપ્શન આપી હતી, ‘મેરે દો અનમોલ રતન. તમને સૌને હૅપી દિવાલી. તમારા જીવનમાં પ્રેમ અને પ્રકાશ રેલાય.’
11 November, 2023 06:07 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent