`જેવું ખાશો અન્ન, તેવું રહેશે મન` આ કહેવત તો બધાએ સાંભળી જ હશે. આજે વર્લ્ડ વીગન ડે(World Vegan Day)પર આપણે વાત કરીશું એવા બૉલિવૂડ સેલેબ્સની જેણે નોનવેજ છોડીને વીગન ફુડનો રસ્તો અપનાવ્યો છે. શાકાહારી તરફ વળવા પાછળનો હેતુ કારણ વજન ઓછું કરવાનો હોય કે પછી જાનવરો પ્રત્યે દયા પ્રેમ ભાવ, જે પણ હોય પરંતુ હવે આ સ્ટાર્સ માત્ર વીગન ડાયટ લેવાનું જ પસંદ કરે છે. શાકાહારી બૉલિવૂડ સેલેબ્સની યાદીમાં આલિયા ભટ્ટ, રાજકુમાર રાવ, શાહિદ કપૂર, ઈશા ગુપ્તા, નેહા ધુપિયા, કંગના રનૌત, આમિર ખાન, અક્ષય કુમાર, શ્રદ્ધા કપૂર સહિત અનેક સ્ટાર્સના નામ સામેલ છે. આજે આપણે આમાંથી કેટલાક એક્ટર્સ વિશે વિગતવાર વાત કરીશું.
01 November, 2022 02:40 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent