સાહિત્ય પ્રેમી અને વાંચનમાં રુચિ ધરાવતાં લોકો માટે તો પુસ્તકો જાણે તેમનો શ્વાસ હોય છે. આ શ્વાસ જ્યાંથી પણ અને જેટલો પણ મળે તેને સ્વીકારવા લોકો હંમેશાં તત્પર રહેતા હોય છે. એમાંય જો આ શ્વાસરૂપી પુસ્તકો તમારા જીવનનો અતિ મહત્વનો વળાંક એટલે કે સગાઈને પ્રસંગે તમને મળે તો તો જીવન ધન્ય જ થઈ જાય છે. આવી જ પ્રથા જૂનાગઢના લોકપ્રિય વક્તા રાધા મહેતાના સગાઈના પ્રસંગમાં જોવા મળી. જ્યાં સાસરિયા પક્ષે રાધાને સોનું અને વસ્ત્રોનો શણગાર તો કર્યો, પણ એનાથી વિશેષ અમુલ્ય વસ્તુ એટલે કે પુસ્તકો પણ રાધાને આપ્યાં.
07 December, 2022 03:42 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent