આવતા અઠવાડિયે નવરાત્રિનું પર્વ પણ શરૂ થઈ જશે, પણ જેમ ઈદ અને ગણેશોત્સવ ફિક્કાફસ્સ રહ્યા એવું જ કંઈક માતાજીના આ ઉત્સવમાં પણ થાય એવું લાગી રહ્યું છે. હજારોની મેદનીને રાસગરબાની રમઝટમાં રસતરબોળ કરી દેનારા કલાકારો દર વર્ષે આ સમયે સુપરબિઝી રહેતા હતા, પણ કોરોનાના કપરા કાળે રંગ અને ઉમંગથી ભરપૂર આ ઉત્સવને પણ ઠંડો કરી દીધો છે. એમ છતાં દરેક કલાકારોએ પોતપોતાની રીતે વર્ચ્યુઅલ, ઑનલાઇન ગરબા કે આલબમ દ્વારા પોતાના ચાહકોનો રસ જાળવી રાખવા પૂરતા પ્રયત્નો કર્યા છે. આજે આપણે જાણીએ કે શું કરવાના છે નવરાત્રિના સ્ટાર્સ?
(અહેવાલ: રશ્મીન શાહ)
11 October, 2020 09:57 IST