દેશભરના લગભગ ૧૫૦થી વધુ લોકોએ રામનવમીના દિવસે સાંજે પાંચ થી સાત દરમ્યાન ફેસબુક લાઇવ અને ઝુમ પર સામુહિક યજ્ઞ કર્યો હતો. દિલ્હી, મધ્યપ્રદેશ, જમ્મુ, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મુંબઈભરના લોકો આ અનોખા યજ્ઞ પ્રોગ્રામમાં શામેલ થયા હતાં. છેલ્લા ત્રણ વર્ષથી યજ્ઞનો પ્રચાર અને પ્રસાર કરી રહેલા તેમ જ લોકો ઘર-ઘરમાં યજ્ઞ કરાવવા માટે મથી રહેલા સ્વામી યજ્ઞદેવે હરિદ્વારથી આ યજ્ઞ કરાવ્યો હતો. આ આયોજનના સૂત્રધારો પૈકી એક નેહા વ્યાસે ગુજરાતી મિડ-ડે.કૉમને જણાવ્યું હતું કે, ‘આપણી પરંપરામાં યજ્ઞને દૈનિક રુટિનનો હિસ્સો હતો. જોકે આ રીતે ઑનલાઇન યજ્ઞ કરાવવાનો નવતર વિચાર લોકોને ખૂબ ગમ્યો. લોકડાઉનનો ભંગ કર્યા વિના, પોતાના જ ઘરમાં રહેલી ઉપ્લબ્ધ સામગ્રી સાથે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને લોકોએ યજ્ઞ કર્યો. ખૂબ સારો રિસપૉન્સ મળ્યો છે. આવી પરિસ્થિતિમાં પણ યજ્ઞ જેવું મોટું અનુષ્ઠાન થઈ શકે એ વાત જ લોકોને અચંબા મુકનારી હતી.’
04 April, 2020 03:45 IST