મુંબઈમાં વસતા ગુજરાતીઓ અને મારવાડીઓના દિલમાં ધબકતા ‘મિડ-ડે’ની મિડ-ડે ગૌરવ ICONSની બીજી સીઝન ગઈ કાલે સાંતાક્રુઝની ફાઇવસ્ટાર હોટેલ ગ્રૅન્ડ હયાતમાં યોજાઈ હતી. ગુજરાતી તેમ જ મારવાડી કમ્યુનિટીના વિવિધ ક્ષેત્રોના ઝળહળતા સિતારાઓને નવાજવાનો આ અવસર અનેક સેલિબ્રિટીઝની હાજરીથી યાદગાર બની રહ્યો. આ પ્રસંગે સોહમ શાહ, પ્રવીણ સોલંકી, અપરા મહેતા, મનોજ જોષી, જે. ડી મજીઠિયા, સિદ્ધાર્થ રાંદેરિયા, જિમિત ત્રિવેદી, ડેઇઝી શાહ, પૂજા ગોર, જિયા માણેક જેવા મશહૂર કલાકારો તથા શાઇના એન.સી. ઉપસ્થિત રહ્યાં હતાં.ડિમ્પલ કાપડિયાને અવૉર્ડ આપતાં (ડાબેથી) મિડ-ડેના તંત્રી રાજેશ થાવાણી, અંગ્રેજી મિડ-ડેનાં તંત્રી ટિનાઝ નૂશીઆં અને મિડ-ડે ઇન્ફોમીડિયા લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર સંદીપ ખોસલા. તસવીરો : રાણે આશિષ
22 December, 2018 01:43 IST