તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ગંગુબાઇ કાઠિયાવાડીમાં એક સંવાદ છે, "અરે, જબ શક્તિ, સંપત્તિ ઔર સદબુદ્ધી, તીનોં હી ઔૈરતેં હૈં તો ઇન મર્દોં કો કિસ બાત કા ગુરુર?" અહીં આપણે સંવાદના પહેલા ભાગ પર ધ્યાન આપીને તેને વિસ્તારીએ તો વાસ્તવિકતા એ છે કે કરુણા, ઊર્જા, હિંમત જેવા શબ્દો પણ સ્ત્રીલિંગ જ છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જે મહિનામાં ઉજવાય છે તે મહિનો શરૂ થઇ ગયો છે અને માટે જ ગુજરાતી મિડ ડે ડૉટ કૉમે એવી મહિલાઓ સાથે વાત કરવાનું નક્કી કર્યું જેમણે પોતાની આવડતથી એક નવો ચિલો ચાતર્યો છે. મહિલા દિવસ આવે ત્યાં સુધીમાં આપણે રોજ એક નવી મહિલા સાથે વાત કરીશું. આજે આપણે વાત કરીશું એક એવાં મહિલાની,જે મુંબઈમાં મીઠીબાઈ કોલેજમાં એક પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે, તેમજ જાતીય સમાનતા માટે સતત પોતાના વિચારોની રોંપણી કરતાં રહે છે અને મહિલા માટે પ્રેરણાદાયી વ્યક્તિત્વ ગણાતાં ખેવના દેસાઈની.
10 March, 2022 09:58 IST | Mumbai