અભિનયના વિવિધ રંગોને પોતાનામાં સમાવીને બેઠું હોય એવું રંગમંચ... પોતાની રોશનીના કિરણોથી રંગમંચને જાણે દુલ્હનની જેમ સજાવતો હોય એવો બહુરૂપી પ્રકાશ... તખ્તાં પર કળાનું અભિભૂત રૂપ જોવા માટે મીટ માંડીને બેઠેલા એવા પ્રેક્ષકો અને લાલ પડદો... પણ આ બધુ એ કલાકારો વિના અધુરૂં છે, જે થર્ડ બેલની રાહ જોઈને બેઠા હોય છે, કે ક્યારે ત્રીજી બેલનો રણકાર કાનમાં પડે અને રંગમંચે પોતાનામાં સમાવેલા વિવિધ રંગોને બહાર કાઢી કૃતિનો આરંભ થાય. ગુજરાતી મિડ-ડે `થર્ડ બેલ` નામની કલાકારના ઈન્ટરવ્યુની એક શ્રેણી લઈને આવ્યું છે, જે તમને રંગમંચના કલાકારોની અનોખી અને રસપ્રદ વાતોથી રૂબરૂ કરાવશે.
02 January, 2023 02:30 IST | Mumbai | Rachana Joshi